Ahmedabad : બોપલમાં ભેખડ ધસી પડતા 3 મજૂરના મોત, પોલીસ ઘટના સ્થળે

|

Aug 26, 2021 | 7:22 PM

અમદાવાદ બોપલમાં એક દુર્ઘટના સર્જાઇ છે. જેમાં બે મજૂરોના મોત થયા છે.

અમદાવાદના(Ahmedabad) બોપલમાં (Bopal) ફરી એક વખત ગોઝારી ઘટના સામે આવી છે. બોપલમાં ડીપીએસ સ્કૂલની બાજુમાં ટીપી-1માં ગટરની સફાઈ કરવા માટે ઉતરેલા ત્રણ મજૂરોના મોત થયા છે. સવારે 12 વાગ્યાની આસપાસ મજૂરો ગટરમાં થયેલા બ્લોકેજ દૂર કરવા માટે આવ્યા હતા. ઔડા દ્વારા ગટરનો કોન્ટ્રાકટ યોગી કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો છે. કંપનીના સુપરવાઈઝર સવારે ત્રણ મજૂરોને લઈને ગટર સાફ કરાવવા માટે આવ્યા હતા.

ત્રણ મજૂરોએ ગટરમાં રહેલો કચરો બહાર કાઢવા માટે ગટર લાઈનનું ઢાંકણું ખોલ્યું હતું. ઢાંકણું ખોલતા ગટરમાંથી ગેસ બહાર નીકળતા એક મજૂર બેભાન થઈ ગયો અને બાજુમાં બેઠેલા બીજા મજૂરનો હાથ પકડતા બંને ગટરમાં પડ્યા હતા. જેને બચાવવા માટે ત્રીજો મજૂર પણ ગટરમાં પડ્યો હતો. કમનસીબે ત્રણેય મજૂરોના મોત થયા છે..

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મિનિટોમાં બે મજૂરોના મૃતદેહને ગટર માંથી બહાર કાઢ્યા હતા. પરંતુ એક મજૂરનો મૃતદેહ ના મળતાં ફાયર વિભાગ દ્વારા તેમને શૉધવા માટે 6 કલાકથી સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. પરંતુ ત્રીજા મજૂરની ડેડબોડી હજી સુધી હાથ લાગી નથી.

એક મજૂરની ડેડબોડી ગટરમાં આગળ વહી ગઈ હોવાનો અંદાજ છે. ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા ગટર લાઇન ખોદવાની કામગીરી શરૂ કરાઇ છે. ગટર લાઇન ખોદી અને ડેડબોડી આગળ વહી ગઈ હોય તો શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડેડબોડી શોધવા માટે ફાયર વિભાગના 20થી વધારે કર્મચારીઓ કામે લાગ્યા છે. ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા ઓક્સિજન માસ્ક લગાવી ગટરમાં ઉતરીને કલાકો સુધી ડેડબોડી શોધવા મહેનત કરી હતી.પરંતુ હજી સુધી એક મજૂરની ડેડબોડી મળી શકી નથી.

ઘટનાને લઈને પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે કોન્ટ્રાક્ટર કંપનીના સુપરવાઈઝરનું નિવેદન લીધું હતું. નિવેદન લીધા બાદ બોપલ પોલીસે કલમ 304, 336, 337 અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી કે.ટી.કામરીયાએ જણાવ્યું હતું કે મજૂરોને સેફટી માટેના સાધનો આપવામાં આવ્યા નહોતા. સુરક્ષા વિના જ ગટરમાં ઉતારવામાં આવ્યા હતા. જેને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામા આવી છે.

Published On - 1:52 pm, Thu, 26 August 21

Next Video