અમદાવાદના સાઉથ બોપલમાંથી ફરી એકવાર ક્રિકેટનો સટ્ટો રમતા 10 આરોપી ઝડપાયા છે. ઓર્ચિડ એલિંગસના એપાર્ટમેન્ટમાંથી હાઈ પ્રોફાઈલ સટ્ટાનું રેકેટ પકડાયું છે. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં સટ્ટો રમતા 10 શખ્સો ઝડપાયા હતાં.
આરોપીઓ બાંગ્લાદેશ પ્રિમિયર લિગની મેચ પર સટ્ટો રમતા હતા અને 4 મહિના પહેલા ફ્લેટ ભાડે રાખી સટ્ટો રમાતો હતો. જેમાં કાળુ ઉર્ફે કિશોર સમગ્ર સંચાલન કરતો હોવાનું સામે આવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસે આરોપીઓ પાસેથી 31 સ્માર્ટ ફોન, 57 સાદા ફોન, 5 લેપટોપ, 2 LED ટીવી, એક કાર અને 5 હજાર રોકડ રકમ સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બીજી તરફ આ સટ્ટોડિયાઓના દુબઈ અને પાકિસ્તાનમાં પણ કનેક્શન હોવાની પોલીસને આશંકા છે. ત્યારે પોલાસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો