સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ભંગ બદલ અમદાવાદ વન મોલ સીલ કરાયો

|

Aug 03, 2020 | 12:04 PM

કોરોનાકાળમાં ખરીદી માટે લોકોની ભીડ એકઠી થતા અને મોલના સંચાલકો દ્વારા કોઈ જ તકેદારી ના દાખવતા અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલને સીલ કરી દીધો છે. જાહેર રજાના દિવસે અમદાવાદ વન મોલમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જામી હતી. લોકો પણ બેદરકારી દાખવતા હોવાનું અમદાવાદ મોલમાં જણાયુ હતુ. સેનેટાઈઝરની પણ પૂરતી વ્યવસ્થા ના હોવાનું બહાર આવ્યું […]

સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ભંગ બદલ અમદાવાદ વન મોલ સીલ કરાયો

Follow us on

કોરોનાકાળમાં ખરીદી માટે લોકોની ભીડ એકઠી થતા અને મોલના સંચાલકો દ્વારા કોઈ જ તકેદારી ના દાખવતા અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલને સીલ કરી દીધો છે. જાહેર રજાના દિવસે અમદાવાદ વન મોલમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જામી હતી. લોકો પણ બેદરકારી દાખવતા હોવાનું અમદાવાદ મોલમાં જણાયુ હતુ. સેનેટાઈઝરની પણ પૂરતી વ્યવસ્થા ના હોવાનું બહાર આવ્યું છે. તો મોલના સંચાલકોએ પણ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કોઈ જ સંતર્કતા દાખવી નહોતી. જેના પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલને સીલ કરી દીધો છે.

કોરોનાનું સંક્રમણ અટકે તેના માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલીક માર્ગદર્શીકાઓ બહાર પાડેલી છે. આ માર્ગદર્શીકા મુજબ વધુ ભીડ ભેગી ના થાય તેનું ધ્યાન રાખવુ. લોકો સોશિયલ ડિસ્ટન્સનું અવશ્ય પાલન કરે. ફરજીયાત માસ્ક પહેરે. આ પાયાની માર્ગદર્શીકાનું જ્યા પાલન ના થતુ હોય ત્યા સ્થાનિક તંત્ર પગલા ભરતુ હોય છે. જેના ભાગરૂપે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ અમદાવાદ વન મોલમાં કોરોનાની માર્ગદર્શીકાઓને સરેઆમ ભંગ થતો હોવાનું જણાતા અમદાવાદ મહાનગરપાલિકાએ અમદાવાદ વન મોલ સીલ કરી દીધો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

Next Article