અમદાવાદના બાપુનગરમાં સ્લેબ ધરાશાયી થતા બેના મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદના બાપુનગરમાં ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયા છે. ઘટના સત્યમ ફ્લેટના બ્લોક નંબર 12ની છે. જ્યાં બિલ્ડિંગનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. જેનો કાટમાળ નીચે પડતાં તેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. […]

અમદાવાદના બાપુનગરમાં સ્લેબ ધરાશાયી થતા બેના મોત, ચાર લોકો ઇજાગ્રસ્ત
| Updated on: Dec 14, 2020 | 2:21 PM

અમદાવાદના બાપુનગરમાં ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ ધરાશાયી થતાં બે લોકોનાં મોત થયા છે. ઘટના સત્યમ ફ્લેટના બ્લોક નંબર 12ની છે. જ્યાં બિલ્ડિંગનું સમારકામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ત્રીજા માળની ગેલેરીનો સ્લેબ અચાનક જ ધરાશાયી થઈ ગયો હતો. જેનો કાટમાળ નીચે પડતાં તેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સારવાર દરમિયાન 3 વર્ષના માસૂમ બાળક અને એક મજૂરનું મોત થયું છે. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સત્યમ ફ્લેટમાં 42 બ્લોક અને 500 જેટલા મકાનો આવેલા છે. 40 વર્ષ જુના મકાન જર્જરિત બનતા અગાઉ કરાયેલી રજુઆત બાદ કોઈ કામગીરી ન થતા આ ઘટના ઘટી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો