હોળી અને ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ, છતાં બહોળી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે દ્વારકા

|

Mar 24, 2021 | 3:47 PM

દ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. છતાં પદયાત્રીઓ એ જ શ્રધ્ધા સાથે કોરોનાની મહામારી વચ્ચે દર્શને આવી રહ્યા છે.

દ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકાધીશ મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. છતાં પદયાત્રીઓ એ જ શ્રધ્ધા સાથે કોરોનાની મહામારી વચ્ચે દર્શને આવી રહ્યા છે. ભક્તો દર વર્ષે પગપાળા દ્વારકાધીશના દર્શને આવતા હોય છે. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટતું હોય છે. કોરોનાને કારણે આ વર્ષે મંદિર હોળી અને ફૂલડોલ ઉત્સવ સમયે ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે, છતાં દૂર દૂરથી ભક્તો બહોળી સંખ્યામાં દ્વારકા આવી રહ્યા છે. ભક્તોએ મક્કમ બની દ્વારકાધીશ તરફ ડગ માંડી દીધા છે. ચાલીને આવતા યાત્રિકોને ધ્યાને લઇ તંત્ર પણ સાવચેતીના પગલાં લઇ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

Published On - 3:46 pm, Wed, 24 March 21

Next Video