દિવાળી વેકેશન બાદ ધોરણ 1 થી 5 ના બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મળી શકે છે મુક્તિ, સરકારની વિચારણા

|

Nov 09, 2021 | 6:43 PM

કોરોના કાળમાં પ્રાથમિક શાળાના બાળકો ઓનલાઈન શિક્ષણ લઇ રહ્યા છે. ત્યારે આ શિક્ષણમાંથી હવે તેમને મુક્તિ મળી શકે એમ છે. સરકાર શાળાઓ શરુ કરવાની વિચારણા કરી રહી છે.

Gandhinagar: બાળકોને ઓનલાઈન શિક્ષણમાંથી (Online Education) મુક્તિ મળી શકે છે. માહિતી મળી રહી છે કે દિવાળી વેકેશન બાદ પ્રાથમિક શાળાઓ (Primary School) શરૂ કરવા શિક્ષણ વિભાગની વિચારણા છે. ત્યારે જણાવી દઈએ કે લાંબા સમયથી ધો 1 થી 5 ના ઓફલાઈન વર્ગો બંધ છે. કોરોના શરુ થયા અને લોકડાઉન લાગ્યા બાદ રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. તો હવે ઓફલાઈન શિક્ષણને લઈને આરોગ્ય વિભાગના અભિપ્રાય લેવામાં આવશે. મળેલી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગના અભિપ્રાય બાદ બાદ શાળાઓ શરૂ કરવા શિક્ષણ વિભાગ વિચારણા કરશે.

આવામાં આરોગ્ય વિભાગે શિક્ષણ વિભાગને પોતાનો અભિપ્રાય આપ્યો છે. ત્યારે કોરોના સંક્રમણમાં વધારો નહીં થાય તો પ્રાથમિક શાળાઓ ખોલવામાં આવશે. આ સાથે જ ઓફલાઇન વર્ગોની સાથે ઓનલાઈન શિક્ષણ જરૂર જણાશે તો ચાલુ રખાશે તેવા અહેવાલ મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ બુધવારથી 16 જિલ્લાના પ્રવાસે, વિકાસ કાર્યોની સમીક્ષા કરશે

આ પણ વાંચો: Surendranagar: થાનગઢમાં ભૂમાફિયાઓનો ત્રાસ, ગૌચર ખોદી ગેરકાયદેસર કોલસો ચોરી કરવાનો વિડીયો વાયરલ

Published On - 6:25 pm, Tue, 9 November 21

Next Video