Rajkot: અનેક ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત, કોરોના દર્દીઓની સ્થિતિ ગંભીર થાય તેવી શક્યતા

|

Apr 23, 2021 | 4:18 PM

રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલો ઓક્સિજનની ભારે અછતનો સામનો કરી રહી છે. જીનેસિસ હોસ્પિટલના સંચાલકોએ મીડિયા સમક્ષ આવી ઓક્સિજનની સ્થિતિ અંગે લાચારી વ્યક્ત કરી.

રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલો ઓક્સિજનની ભારે અછતનો સામનો કરી રહી છે. જીનેસિસ હોસ્પિટલના સંચાલકોએ મીડિયા સમક્ષ આવી ઓક્સિજનની સ્થિતિ અંગે લાચારી વ્યક્ત કરી. રાજકોટમાં દૈનિક 110 મેટ્રિક ટનની જરૂરિયાત સામે 70 થી 80 મેટ્રિક ટનનો જથ્થો ઉપલબ્ધ હોવાનો દાવો કર્યો. અહીં દાખલ કોરોના દર્દીઓની સ્થિતિ ગંભીર થાય તેવી શક્યતા છે. તો બીજી તરફ કલેક્ટરે પૂરતા ઓક્સિજનની વ્યવસ્થા ગણતરીના સમયમાં ગોઠવાઈ જવાનો દાવો કર્યો છે.

 

આ પણ વાંચો: Tapi: એક માસમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો, તંત્ર સામે ઉભા થયા અનેક પડકારો 

Published On - 4:16 pm, Fri, 23 April 21

Next Video