Gujarat New CM: ભાજપ વિધાનસભા દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો સ્વીકાર, મંત્રી મંડળની યાદી લઈ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પહોંચશે દિલ્લી

|

Dec 10, 2022 | 12:45 PM

આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાઈ છે. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મૂક્યો હતો. પૂર્ણેશ મોદી, મનિષા વકીલ અને રમણ પાટકરે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું.

Gujarat New CM: ભાજપ વિધાનસભા દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલના નામનો સ્વીકાર, મંત્રી મંડળની યાદી લઈ સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પહોંચશે દિલ્લી
Bhupendra Patel

Follow us on

આજે ભાજપની વિધાનસભા દળની બેઠક યોજાઈ છે જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દળની બેઠકમાં કનુ દેસાઈએ મૂક્યો હતો. પૂર્ણેશ મોદી, મનિષા વકીલ અને રમણ પાટકરે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું. નવા મંત્રીમંડળની રચના માટે ભાજપના નિરિક્ષકો રાજનાથ સિંહ, બી.એસ.યેદુરપ્પા અને અર્જુન મુંડા સહિતના નિરીક્ષક કમલમ ખાતે પહોંચી ગયા હતા. વિધાનસભા દળની બેઠક બાદ સાંજે 4 કલાકે સી આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે. નવી સરકારની શપથવિધી 12 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.

સીએમના નામની જાહેરાત બાદ ભાજપની ડેલીગેશન રાજભવન જશે. તો સરકારના મંત્રીમંડળમાં અનેક જૂના જોગીઓને રિપીટ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અનેક નવા ચહેરાઓને સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. આ સાથે જ નવા મંત્રીમંડળમાં બ્રાહ્મણ, ઓબીસી અને આદિવાસી ચહેરાઓને વધારે સ્થાન મળે એવી શક્યતા વર્તાઈ રહી છે.

નવા ધારાસભ્યોએ કમલમથી આપી આ પ્રતિક્રિયા

હાલ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, શંકરસિંહ ચૌધરી, જેઠા ભરવાડ, શંભુ પ્રસાદ ટુંડિયા, જીતુ વાઘાણી, લવિંગજી ઠાકોર,નરેશ પટેલ સહિતના ધારસભ્યો કમલમ પહોંચ્યા છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું, હું ભાજપનો કાર્યકર્તા છું, પાર્ટી જે જવાબદાર સોંપશે તે પૂર્ણ કરી. તો બેઠકમાં ભાગ લેવા આવેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કહ્યું કે, કોઈ પ્રધાન પદની લાલસા નથી, પક્ષે ટિકિટ આપી એ જ મોટી વાત. ધારાસભ્ય દળની બેઠકમાં આવેલા થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ ચૂંટણી દરમિયાન કરેલા સંકલ્પ પૂરા કરવાની ખાતરી આપી. વધુમાં તેમણે કહ્યું કે-પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વિકાસની રાજનીતિ થઈ છે. સંકલ્પ કરેલા કાર્યો પૂરા કરવા માત્ર ધારાસભ્ય નહીં પણ કાર્યકરોની ટીમ પણ તેમાં કાર્યરત રહેશે. બીજી તરફ પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય. આ નિવેદન આપ્યું છે કુંવરજી બાવળિયાએ. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ ધારાસભ્ય દળની બેઠક પહેલા મંત્રી મંડળમાં સ્થાન અંગે કુંવરજી બાવળિયાએ કહ્યું કે પાર્ટી જે નિર્ણય કરશે તે સ્વીકારીશ, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં સમાજના લોકો મારા પ્રત્યે મીટ માંડીને બેઠા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

તો ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પહોંચ્યા છે. કમલમ પહોંચેલા વિજય રૂપાણી ભાજપની આ ઐતિહાસિક જીત ગણાવી. વધુમાં તેમણે કહ્યું ભાજપની આ ભવ્ય જીતની સાથે ગુજરાતમાં કૉંગ્રેસના સૂપડા પણ સાફ થઈ ગયા છે.

 

Published On - 12:37 pm, Sat, 10 December 22

Next Article