સિક્યોરિટી ગાર્ડને મારનારા ABVPના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવા NSUIની માંગ, NSUIના કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસ લઈ ગઈ

|

Jul 15, 2020 | 7:54 AM

ગુજરાત યુનિવર્સિટી એ ઉચ્ચ શિક્ષણના કેન્દ્ર કરતા, રાજકીય પક્ષ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંઘના, કાર્યક્રમોનુ કેન્દ્ર બન્યુ હોય તેવુ લાગે છે. ગઈકાલે એબીવીપીના (ABVP) કાર્યકરો અને યુનિ.ના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થયેલી મારામારી અંગે કેમ પોલીસ ફરિયાદ નથી નોંધાવી ? તે મુદ્દે આજે એનએસયુઆઈના(NSUI) કાર્યકરોએ દેખાવો કર્યા. એનએસયુઆઈના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓને કહ્યું હતું કે, સિક્યોરિટીગાર્ડને લોહીલુહાણ કરનારા […]

સિક્યોરિટી ગાર્ડને મારનારા ABVPના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરવા  NSUIની માંગ, NSUIના કાર્યકરોને ટીંગાટોળી કરી પોલીસ લઈ ગઈ

Follow us on

ગુજરાત યુનિવર્સિટી એ ઉચ્ચ શિક્ષણના કેન્દ્ર કરતા, રાજકીય પક્ષ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંઘના, કાર્યક્રમોનુ કેન્દ્ર બન્યુ હોય તેવુ લાગે છે. ગઈકાલે એબીવીપીના (ABVP) કાર્યકરો અને યુનિ.ના સિક્યોરિટી ગાર્ડ વચ્ચે થયેલી મારામારી અંગે કેમ પોલીસ ફરિયાદ નથી નોંધાવી ? તે મુદ્દે આજે એનએસયુઆઈના(NSUI) કાર્યકરોએ દેખાવો કર્યા. એનએસયુઆઈના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓને કહ્યું હતું કે, સિક્યોરિટીગાર્ડને લોહીલુહાણ કરનારા ગુડાતત્વો સામે પોલીસ ફરિયાદ કેમ નથી કરાઈ, શા માટે યુનિ.એ ગુંડા તત્વોને છાવરવા જોઈએ. જો ફરિયાદ નહી થાય તો યુનિ.ના ઉચ્ચ સત્તાવાળાઓના નિવાસસ્થાને એનએસયુઆઈ દ્વારા ઘેરાવનો કાર્યક્રમ રખાશે. યુનિ. બંધ થઈ ગયા બાદ કુલપતિની ઓફિસમાં એબીવીપીના કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બેઠક યોજાતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. માર મારનારા સામે કાનુની પગલા નહી લેવાય તો યુનિ. રજીસ્ટ્રાર અને કુલપતિનું પણ રાજીનામુ માગવાનો આદોલનાત્મક કાર્યક્રમ યોજવાની વાત ઉચ્ચારી હતી.

Next Article