Aravalli: બાયડમાં 100 જેટલી મહિલાઓ સાથે થઈ છેતરપિંડી, જાણો કઈ રીતે લોનના નામે ચૂનો લગાવી ગયો ઠગ

|

Oct 13, 2021 | 8:45 PM

અરવલ્લી જિલ્લામાં સખી મંડળની બહેનોનોને એક ઠગીયો ઠગી ગયો. વ્યક્તિ લોન આપવાના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરીને ગાયબ થઇ ગયો છે. ચાલો જાણીએ સમગ્ર વિગત.

Aravalli: બાયડમાં 100 જેટલી મહિલાઓ સાથે થઈ છેતરપિંડી, જાણો કઈ રીતે લોનના નામે ચૂનો લગાવી ગયો ઠગ
About 100 women in Aravalli Bayad fell victim to loan fraud

Follow us on

અરવલ્લી જિલ્લામાં સખી મંડળની બહેનોનોને લોન આપવાના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરાઇ છે. HDB ફાઇનાન્સ સર્વિસ લોનના નામે એક શખ્સે મહિલા દીઠ 2150 રૂપિયા ફાઇલ ચાર્જના નામે ઉઘરાવી છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ શખ્સે 13 તારીખે લોનના રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ રૂપિયા ન મળતા આ વ્યક્તિનો ભાંડો ફૂટ્યો હતો. બાયડ પંથકની લગભગ 100 મહિલાઓ સાથે આ વ્યક્તિએ છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. લોનના રૂપિયા ન મળતા મહિલાઓ HBD ફાઇનાન્સની કચેરીએ પહોંચી હતી. જ્યા તેમને ખબર પડી હતી કે આ શખ્સ HBD ફાઇનાન્સ કંપની સાથે જોડાયેલો છે જ નહીં.

ત્યારે એક ઓથોરીટીના વ્યક્તિએ જણાવ્યા અનુસાર મહિલાઓ જે વ્યક્તિનું નામ લઇ રહી છે. એવો કોઈ વ્યક્તિ HBD ફાઇનાન્સ સાથે જોડાયેલો નથી. તેમેજ HBD ફાઇનાન્સે આવી કોઈ સ્કિમ ચાલુ કરી નથી. HBD નો મોડાસા જ નહીં પરંતુ કોઈ પણ બ્રાંચમાં આવો કોઈ માણસ છે જ નહીં તેવું કચેરીના એક વ્યક્તિએ જણાવ્યું છે. ત્યારે મહિલાઓની મૂડી જતા તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: ‘યુવાનીમાં મને પણ સિગારેટની લત હતી, PM મોદીએ મારી લત છોડાવી’, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહી આ વાત

આ પણ વાંચો: હવે ડ્રગ્સ-નશાકારક દ્રવ્યોની માહિતી આપનાર મળશે ઇનામ, ગુજરાત સરકારે પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલીસી જાહેર કરી

Next Video