આત્મનિર્ભર એપ હેકેથોનમાં સુરતનો ડંકો, મેક ઈન ઈન્ડિયાનાં આહ્વાન વચ્ચે પબજીને પછાડી સુરતનાં યુવાનોએ બનાવી સ્વદેશી ગેમિંગ એપ સ્કારફોલ (SCARFALL)

|

Sep 19, 2020 | 12:34 PM

સરકારે પબજી ગેમને તો બેન કરી દીધી છે પણ તેની સામે વિકલ્પમાં ઘણી બધી સ્વદેશી એપ અવેલેબલ થઈ ગઈ છે. સુરતના યુવાનો દ્વારા તૈયાર કરાયેલી આવી જ એક ગેમિંગ એપ ઓનલાઈન ગેમિંગના શોખીનોને ખૂબ પસંદ આવી રહી છે. આત્મનિર્ભર અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલી #aatmanirbharapp Hackathon માં સુરતી યુવાઓની ટીમે બીજો ક્રમ મેળવવામાં સફળતા […]

આત્મનિર્ભર એપ હેકેથોનમાં સુરતનો ડંકો, મેક ઈન ઈન્ડિયાનાં આહ્વાન વચ્ચે પબજીને પછાડી સુરતનાં યુવાનોએ બનાવી સ્વદેશી ગેમિંગ એપ સ્કારફોલ (SCARFALL)
https://tv9gujarati.in/aatmnirbhar-app-…eshi-ap-scarfall/

Follow us on

સરકારે પબજી ગેમને તો બેન કરી દીધી છે પણ તેની સામે વિકલ્પમાં ઘણી બધી સ્વદેશી એપ અવેલેબલ થઈ ગઈ છે. સુરતના યુવાનો દ્વારા તૈયાર કરાયેલી આવી જ એક ગેમિંગ એપ ઓનલાઈન ગેમિંગના શોખીનોને ખૂબ પસંદ આવી રહી છે. આત્મનિર્ભર અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલી #aatmanirbharapp Hackathon માં સુરતી યુવાઓની ટીમે બીજો ક્રમ મેળવવામાં સફળતા મેળવી છે..ભારત સરકાર ધ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આયોજીત MyGov Innovative App માં સુરત શહેરના આઠ યુવાઓની ટીમની કંપની XSQUAD Tech LLP દ્વારા બનાવવામાં આવેલ સ્કારફોલ (SCARFALL) નામની ગેમને આખા ભારતમાં બીજા ક્રમાંકે પંસદગી કરવામાં આવી છે જે સુરત માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
આજે ચાઈનીઝ પબજી જેવી એપએ યુવાઓને ઘેલુ લગાવ્યું છે ત્યારે ભારતીય ગેમિંગ એપનો એક મોટો ઓપ્શન તેમના સમક્ષ મુકાયો છે. પબજી જેવી વિદેશી ગેમ કંપની રોજ કરોડો રૂપિયાનું ભંડોળ ભારતમાંથી લઈ જાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર અભિયાન હેઠળ ભારતીય એપનો ઓપ્શન લોકો સમક્ષ વધુમાં વધુ મુકાય તો કરોડો રૂપિયા ભારતમાં જ રહી શકે એમ છે. જેથી, ભારતીય સાહસિકોએ આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. સુરતી યુવાનનો ઉદ્દેશ્ય પબજીને પછાડવાનો છે.
સ્વદેશી આ ગેમ બનાવનાર જેમિશનું કહેવું છે કે તેઓ કોલેજમાં હતા ત્યારે આવી કાઉન્ટર સ્ટ્રાઈકર ગેમ બહુ રમતા હતા. કોલેજનો અભ્યાસ પુરો કર્યો ત્યારે મનમાં વિચાર આવ્યો કે આવી વિશ્વ કક્ષાની બીગ સ્ટુડિયોવાળી ગેમનો લોકોને જબરો ક્રેઝ છે પણ ભારતીય કોઈ ગેમ વિશ્વ કક્ષાએ પ્રચલિત નથી. તેમના ગ્રુપે પહેલા ઘણી સાદી મોબાઈલ એપ્લિકેશન બનાવી હતી પરંતુ તેમણે આવી ભારતીય ગેમ એપ બનાવવાનું નક્કી કર્યું અને ટીમ બનાવી. જોકે, આ માટે કોઈ સારો ટ્રેઈન થયેલો વ્યક્તિ મળે એમ ન હતો. જેથી, તેઓએ આઠ જણાંની નવી ટીમ બનાવી. અને આ ભારતીય ગેમ બનાવવા જ મંડી પડ્યાં. ટૂંકા સાધનસરંજામ સાથે લગાતાર ચાર વર્ષની મહેનત બાદ તેમણે આખરે ‘સ્કારફોલ’ બનાવી અને આત્મનિર્ભર અભિયાન હેઠળ સફળતા મેળવી.
સ્કારફોલ ગેમના 1 મિલિયન મંથલી એક્ટિવ અને 80 હજાર ડેઈલી  યુઝર્સ છે અને 4 મિલિયન લોકોએ તેને ડાઉનલોડ કરી છે તેમને હાલ ભલે લોસ જઈ રહ્યો છે પણ તેઓ પ્લેયરોને એન્જોય આપવા પર ફોક્સ રાખી રહ્યાં છે. આગામી દિવસોમાં તેમનો ટારગેટ 10 લાખ સુધી ડેઈલી યુઝર્સ પહોંચીને પબજી કરતા મોટી પ્લેયર ગેમ બનવાનો છે અને આશા છે કે તેને પછાડી ભારતીય મુડીની બચત કરાવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો
તમે વ્હાઇટ કોલર જોબ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે પિંક, ગ્રે, બ્લુ અને ગોલ્ડ કોલર જોબ વિશે જાણો છો?
Girlfriend On Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ ! એક કલાકનું છે આટલું ભાડુ
ઘરના મુખ્ય દરવાજા પર કપૂરનું પાણી છાંટવાથી થશે આ ફાયદો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:58 am, Mon, 7 September 20

Next Article