
શિક્ષક કોઈપણ રૂપમાં હોઈ શકે આ વાતને સુરતના એક કોલેજીયન વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સાર્થક કરવામાં આવી છે. આ ગ્રુપ અનાથ બાળકીને પોકેટ મની બચાવીને તેમની શાળાની ફી ભરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ સમયસર તેમને જીવનજરૂરી વસ્તુઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપીને એક શિક્ષકની ફરજ પણ બજાવી રહ્યા છે.
એક સાચો શિક્ષક ક્યારેય કોઈ સીમામાં બંધાઈ શકે નહીં એ વાતને રાંદેરના ફ્રેન્ડ્સ ગ્રુપ મોરાભાગળ ચેરીટેબલ ટ્રસ્ટએ સાકાર કરી છે. ગ્રુપમાં ૧૩ સભ્યો છે જેમાંથી ૧૧ સભ્યો માત્ર ૨૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે અને અન્ય બે સભ્યો ૪૦ વર્ષના છે. મહત્વની વાત એ છે કે ૨૫ વર્ષથી નાની વયના કોલેજીયન વિદ્યાર્થીઓ પોતાની પોકેટ મની બચાવે છે અને પિતા ન હોય અથવા બંને ન હોય તેવી બાળકીઓને શાળાની ફી ભરી રહ્યા છે.
એમ જોવા જઈએ તો તેઓ તેમના માતા-પિતાની પણ ગરજ સારી રહ્યા છે અને જીવન જરૂરી માર્ગદર્શન આપીને એક શિક્ષકની પણ ગરજ સારી રહ્યા છે. ગ્રુપના સભ્યો શાળાએ તેમજ બાળકીઓના રહેઠાણે જઈને ખાતરી કરે છે અને ત્યારબાદ જે તે શાળાની ફી તેઓ પોતે ભરે છે. દર વર્ષે આ ગ્રુપ ડાયરો કરે છે અને તેમાંથી થતી આવકને આજ બાળકીઓના ભવિષ્ય માટે વાપરી રહ્યા છે.
૨૩ વર્ષીય જુહીલ લાડ ગ્રુપમાં સૌથી નાનો છે. તે તેની ઇચ્છાથી આ ગ્રુપમાં જોડાયો છે અને તેની પોકેટમની બચાવીને ફી ભરે છે. આ કામ તે આત્મસંતોષ મેળવવા માટે કરે છે. નર્સરીથી દસ ધોરણ સુધીની ફી તેઓ ભરે છે અને અત્યાર સુધી 51 હિન્દુ બાળકીઓની ફી તેઓએ ચૂકવી છે તેમજ તેમના ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:40 am, Mon, 7 September 20