આને કહેવાય સુરતી,કોરોનામાં બહેનોને પગભર બનાવવા ઉભુ કર્યુ ઓનલાઈન પ્લેટફોર્મ,વાંચો શું છે કિચન GJ-05

|

Aug 07, 2020 | 2:42 PM

કોરોનામાં અનેક લોકોએ નોકરી ગુમાવી તો કેટલાકના ધંધા મંદ પડ્યા જો કે સુરત માટે કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અહીના લોકો ખાવાના અને ખવડાવવાના શોખીન હોવાનું મનાય છે ત્યારે સુરતીઓની આ જ ખાસિયતને સુરતના એક વ્યક્તિએ ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું જેમાં ગૃહિણીઓને ઘર બેઠા કામ મળી રહે તે બાબત પર ભાર મુક્યો. લોકડાઉનમાં […]

આને કહેવાય સુરતી,કોરોનામાં બહેનોને પગભર બનાવવા ઉભુ કર્યુ ઓનલાઈન પ્લેટફોર્મ,વાંચો શું છે કિચન GJ-05
https://www.youtube.com/watch?v=ryJXqXgQkN4

Follow us on

કોરોનામાં અનેક લોકોએ નોકરી ગુમાવી તો કેટલાકના ધંધા મંદ પડ્યા જો કે સુરત માટે કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. અહીના લોકો ખાવાના અને ખવડાવવાના શોખીન હોવાનું મનાય છે ત્યારે સુરતીઓની આ જ ખાસિયતને સુરતના એક વ્યક્તિએ ઓનલાઈન પ્લેટફોર્મ આપ્યું જેમાં ગૃહિણીઓને ઘર બેઠા કામ મળી રહે તે બાબત પર ભાર મુક્યો. લોકડાઉનમાં સુરતમાં રહેતા સત્યેન નાયકને વિચાર આવ્યો ગૃહિણીઓના હાથે બનાવેલી સ્વાદિષ્ટ રસોઈને ઓનલાઈન પ્લેટફોર્મ આપવાનો જે માટે તેમણે શરૂ કર્યું છે કિચન GJ-05. આ પ્લેટફોર્મ પર સુરતના અલગ અલગ વિસ્તારમાંથી બહેનો જોડાઈ શકે છે. એવી બહેનો કે જે તેમના હાથના કમાલથી સ્વાદિષ્ટ અને મનભાવક રસોઈ બનાવીને અત્યાર સુધી તેમના પરિવારને જ જમાડતી હતી પણ જ્યારે હવે દરેકને આર્થિક પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે આ ગૃહિણીઓની ઘરની જ રસોઈને આ પ્લેટફોર્મ થકી એક અલગ ઓળખ આપીને તેમને ઘરે બેઠા આવક મેળવી શકે તેવો સોર્સ ઊભો કરાયો છે. ગૃહિણીઓની ઘરે બનાવેલી સ્પેશ્યલ આઇટમને આ મેનુમાં ઉમેરવામાં આવી છે, તેની સ્વાદ પ્રમાણે એક કિંમત નક્કી કરીને આ મેનુ લોકો સામે મુકવામાં આવ્યું જેથી લોકો ઘરે બેઠા ઓર્ડર કરીને આ વાનગીઓનો સ્વાદ માણી શકે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Next Article