GANDHINAGAR : સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી પ્રદીપ પરમાર (Pradip Parmar)ની અધ્યક્ષતામાં આજે પદગ્રહણ કર્યાના પ્રથમ દિવસે જ સ્વર્ણિમ સંકુલ-1 ખાતે તાપી હોલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ તેમજ મંત્રી આર.સી.મકવાણાએ પણ હાજર રહી જરૂરી સૂચનો કર્યા હતા.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આ ઉચ્ચસ્તરીય રિવ્યૂ બેઠકમાં વિભાગ સંલગ્ન કચેરીઓના તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક યોજીને વિભાગના મંત્રી પ્રદીપ પરમારે વિભાગને લગતી દરેક યોજનાઓનો લાભ તમામ જરૂરિયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનો કર્યા હતા.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનૈના તોમરે વિભાગની કામગીરી, યોજનાઓ તથા તેનો વ્યાપ અને આગામી આયોજનો અંગે મંત્રીઓને વિસ્તૃત જાણકારી આપી માહિતગાર કર્યા હતા. જેને બારીકાઈથી સાંભળીને લાભાર્થીઓને વધુ ઉપયોગી થઈ શકાય તે માટેના જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ, નાયબ સચિવ તથા અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ તથા સમાજ સુરક્ષા ખાતાના નિયામકો ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ આવતા નિગમના મેનેજિંગ ડિરેક્ટરો સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આજે 18 સપ્ટેમ્બરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી પ્રદીપ પરમારે પદભાર ગ્રહણ કરતાન સાથે અ રીવ્યુ બેઠક યોજી હતી. વિભાગનો પદભાર ગ્રહણ કરતા તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, “આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.મારા પર વિશ્વાસ દાખવી મને સોંપવામાં આવેલ જવાબદારી પુરા ખંતથી નિભાવિશ તથા લક્ષ્યબદ્ધ રીતે મંત્રાલયના કુશળ કાર્યસંચાલનનું આશ્વાસન આપું છુ.”
આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
મારા પર વિશ્વાસ દાખવી મને સોંપવામાં આવેલ જવાબદારી પુરા ખંતથી નિભાવિશ તથા લક્ષ્યબદ્ધ રીતે મંત્રાલયના કુશળ કાર્યસંચાલનનું આશ્વાસન આપું છુ. pic.twitter.com/lA32wX4hFV
— Pradip Parmar (@pradipparmarguj) September 18, 2021
શ્રાદ્ધ પહેલાં જ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વહેલી સવારથી એકપછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. સૌથી પહેલા શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, શ્રમ અને રોજગારપ્રધાન બ્રિજેશ મેરજા અને કૃષિપ્રધાન રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ મહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી મનિષાબેન વકિલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો. તમામ મંત્રીઓએ પોતાના પરિવાર સભ્યો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો.
આ પણ વાંચો : ચોટીલા મંદિરમાં દર્શન માટે રસીકરણ ફરજિયાત, વેક્સિન લીધેલી વ્યક્તિને જ મળશે મંદિરમાં પ્રવેશ
આ પણ વાંચો : RAJKOTની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફલો થતા રાજકોટ પરથી જળસંકટના વાદળો દુર થયા