Tapi: તાપીમાં નદી પરનો પુલ તૂટી પડવાનો મામલો, CM ભૂપેન્દ્ર પટેલનો આકરો નિર્ણય, ત્રણ ઈજનેર અધિકારીઓ ફરજ મોકૂફ કરાયા

|

Jun 14, 2023 | 11:09 PM

CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના કામ કરનારાઓ સામે દાખલો બેસાડવા રુપ આકરા નિર્ણય લઈ આદેશ કર્યા છે. તાપીમાં પુલનો સ્લેબ ધરાશાયી થવાના મામલામાં કાર્યપાલક ઇજનેર-નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે.

Tapi: તાપીમાં નદી પરનો પુલ તૂટી પડવાનો મામલો, CM ભૂપેન્દ્ર પટેલનો આકરો નિર્ણય, ત્રણ ઈજનેર અધિકારીઓ ફરજ મોકૂફ કરાયા

Follow us on

તાપી માં મીંઢોળા નદી પરનો બ્રીજ તૂટી પડ્યો હતો. બુધવારે વહેલી સવારના અરસા દરમિયાન બ્રીજનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો. જોકે વર્ષ 2021 માં નિર્માણ કાર્ય શરુ થયેલ પુલ ઝડપથી તુટી પડવાને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહીનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે કાર્યપાલક ઇજનેર-નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને તાત્કાલીક ફરજ પરથી મોકૂફ કરવાના આદેશ કરાવમાં આવ્યા છે. બુધવારે વહેલી સવારે મીંઢોળા નદી પર આવેલ પુલને બે કરોડ રુપિયાના ખર્ચે નિર્માણ કરવાની શરુઆત કરવામાં આવી હતી.

15 જેટલા ગામોને માટે ઉપયોગી પુલ તૂટી પડતા હવે વિસ્તારના લોકોને સુવિધા માટે લાંબો સમય રાહ જોવી પડશે. પુલને હવે લોકાર્પણ કરવાનો હતો, એ પહેલા જ તૂટી પડવાની ઘટનાએ ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના કાર્યને લઈ સવાલો કર્યા હતા. પરંતુ મુખ્યપ્રધાને આકરા નિર્ણય સાથે દાખલો બેસાડવા રુપ કાર્યવાહીના આદેશ કર્યા છે.

ઈજનેર અધિકારીઓ ફરજ મોકૂફ કરાયા

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાલમાં બિપરજોય વાવાઝોડાને લઈ સતત વ્યસ્ત છે. આ દરમિયાન તાપીના પુલ તૂટવાના સમાચાર સામે આવતા જ તેઓ આકરી કાર્યવાહીના મૂડમાં જોવા મળ્યા હતા. સરકારી પૈસાને ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના મટિરીયલનો ઉપયોગ થતો અટકાવવા માટે તેઓએ આકરી કાર્યવાહીનો નિર્ણય કર્યો હતો. તાપીને કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર અને મદદનીશ ઈજનેર કક્ષાના ત્રણ અધિકારીઓને તત્કાળ ફરજ મોકૂફ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઘટનમાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

વહેલી સવારે તૂટી પડેલા બ્રીજના સ્લેબને લઈ તત્કાળ અહેવાલ મુખ્યપ્રધાન દ્વારા મંગાવવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક રીતે જ હલકી ગુણવત્તાનુ બાંધકામ મટિરીયલ ઉપયોગ કરવામાં આવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. આમ ગંભીર ક્ષતિ બાંધકામ કરતી એજન્સીએ દાખવી હોવાનુ સામે આવ્યુ હતુ. બ્રીજના બાંધકામને લઈ સુપરવિઝન કરનારા અધિકારીઓની બેદરકારી પણ આમ સામે આવી છે. આ અંગે હવે જવાબદાર અધિકારીઓ સામે આકરી કાર્યવાહી કરવાના આદેશ કર્યા છે. ઘટનામાં ક્ષતિ દાખવાનાર ઈજારદાર સુરતની અક્ષય કન્સ્ટ્ર્ક્શન એજન્સીને બ્લેક લિસ્ટમાં મુકવા અને નાણાંકીય વસૂલાત કરવા અંગેની કાર્યવાહી કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Aravalli: શાળા પ્રવેશોત્સવમાં મામલતદારનુ અપમાન, કલેકટરે આદેશ કરતા શિક્ષણના અધિકારીઓને નોટીસ ફટકારાઈ

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:59 pm, Wed, 14 June 23

Next Article