DWARKAમાં કરોડોના વિકાસ કામ પર ફેરવવામાં આવ્યું બુલડોઝર

|

Jan 23, 2021 | 8:37 PM

દ્વારકામાં (Dwarka) વર્ષ 2011માં પ્રવાસન વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે ગોમતી ઘાટ નજીક પથવે બનાવવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે બનેલા કામો હાલમાં નબળા પણ પડવા લાગ્યા હતા.

દ્વારકામાં (Dwarka) વર્ષ 2011માં પ્રવાસન વિભાગ દ્વારા લોકોની સુખાકારી માટે ગોમતી ઘાટ નજીક પથવે બનાવવામાં આવ્યો હતો. કરોડોના ખર્ચે બનેલા કામો હાલમાં નબળા પણ પડવા લાગ્યા હતા. જે પૈકી અમુક પિલરો તૂટી પડવાની ઘટના પણ બની હતી. જેને લઈ આજે દ્વારકામાં ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચ થોડા જ વર્ષ પહેલાં કલાત્મક પિલરો બનાવી વિકાસના કામો કરવામાં આવ્યા હતા.

 

 

થોડા જ વર્ષોમાં આ કામો જર્જરિત બની જતા હોય તો ખરેખર કામ કરતી એજન્સીઓ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવવા જોઈએ. પોલીસ અને અધિકારીઓની હાજરીમાં તમામ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના બંદોબસ્ત સાથે મેગા ડીમોલેશન ગોમતીઘાટ કિનારા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. અણધડ વિકાસના આયોજનોના કારણે કરોડો રૂપિયાના ધુમાડા થયા છે, પ્રજાના પૈસા ફરી વેડફાયા હોય તેવો ઘાટ અહીં જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી યોજવાની જાહેરાત ગેરબંધારણીય, સુપ્રિમ કોર્ટમાં પડકારાશે : નરેન્દ્ર રાવત

Published On - 8:33 pm, Sat, 23 January 21

Next Video