
વાપીમાં 9 વર્ષની બાળકીની લાશ મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપીએ ટીવીનો અવાજ વધારી દઈને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. અતિ દર્દનાક આ ઘટનાથી આખા વિસ્તારમાં ખળભળાટ મચ્યો છે. બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે બાળકીની હત્યા કર્યા બાદ આરોપી માસૂમ બાળકીને દુપટ્ટા વડે બાંધી પંખા સાથે લટકાવીને ભાગી ગયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આરોપીએ બાળકી એકલી હોવાનો લાભ લઈ આ કાળી કરતૂતને અંજામ આપ્યો હતો. બાળકીની માતા GIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં નોકરી કરતી હોવાથી બાળકી બપોર પછી રૂમમાં એકલી જ રહેતી હતી. આ એકલતાનો લાભ લઈને આરોપી રૂમમાં ઘૂસી ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ કરીને હત્યા કરી હતી. પડોશમાં રહેતી મહિલા જ્યારે થાળી આપવા ગઈ ત્યારે સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આરોપી થોડા સમય પહેલાં જ બિહારથી વાપી આવી નોકરીએ લાગ્યો હતો. બિલકુલ અભણ આરોપી બપોરે 2થી 4 વાગ્યા વચ્ચે ઘટનાને અંજામ આપી કંઈક થયું જ નથી તે રીતે તેના વિસ્તારમાં ફરી રહ્યો હતો. 2-3 સ્થાનિકે તેને બાળકીના ઘરે ઘટનાના દિવસે ફેરો મારતા જોયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતાં શંકાના આધારે પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો