
રાજકોટમાં 8 વર્ષની માસૂમ બાળાને પીંખનાર હેવાન હરદેવ માંગરોળિયા પોલીસ સકંજામાં આવી ગયો. રાજકોટ પોલીસે ગણતરીના સમયમાં જ દુષ્કર્મ ગુજારનારા શખ્સને ઝડપી પાડ્યો. ભાઈ સાથે રહેતો આરોપી નજીકની એક ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. આરોપીની અગાઉ કોઈ ગુનામાં સંડોવણી સામે આવી નથી.
જો કે પોલીસે બળાત્કારીના કપડા પરથી મળેલા લોહીના ડાઘા સહિતના પુરાવાને એફએસએલમાં મોકલી આપ્યા છે. દારૂના નશામાં આરોપીએ ગુનાને અંજામ આપ્યું કબૂલ કર્યું છે. પોલીસ કમિશનરે ગુનાને ઉકેલવામાં પ્રસંશનીય કામગીરી કરનાર જવાનોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવાની જાહેરાત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો