સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા, બાળકોનાં માથાના દુઃખાવાને અવગણશો નહિં, જાણો કયા કારણો છે જવાબદાર

|

Oct 01, 2020 | 8:42 AM

પુખ્તવયના લોકોની જેમ ટીનેજર્સને પણ માથામાં દુઃખાવાની સમસ્યા હોય શકે છે. એક રિસર્ચ પ્રમાણે સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા હોય છે. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ જતા 58.4 % બાળકોને માનસિક તણાવના કારણે માથામાં દુઃખાવો થાય છે. આવો જાણીએ તેના શું કારણ હોય શકે છે. અભ્યાસમાં નબળા હોવું, સારા પર્ફોમન્સ કરવાનું દબાણ અને શારીરિક […]

સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા, બાળકોનાં માથાના દુઃખાવાને અવગણશો નહિં, જાણો કયા કારણો છે જવાબદાર

Follow us on

પુખ્તવયના લોકોની જેમ ટીનેજર્સને પણ માથામાં દુઃખાવાની સમસ્યા હોય શકે છે. એક રિસર્ચ પ્રમાણે સ્કૂલ જતા 75% બાળકોને માથાના દુઃખાવાની સમસ્યા હોય છે. સ્ટડીઝમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલ જતા 58.4 % બાળકોને માનસિક તણાવના કારણે માથામાં દુઃખાવો થાય છે. આવો જાણીએ તેના શું કારણ હોય શકે છે.

અભ્યાસમાં નબળા હોવું, સારા પર્ફોમન્સ કરવાનું દબાણ અને શારીરિક એક્ટિવિટી ઓછી હોવી માથાના દુઃખાવાનું કારણ હોય શકે છે. બાળકની તબિયત કેવી છે, તેને પહેલા કોઈ બીમારી હતી કે નહીં, તેના પરથી માથાના દુઃખાવાનું કારણ જાણી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ટેંશનના કારણથી પણ માથામાં બંને તરફ દુઃખાવો થાય છે. તેના કારણે માથા અને ગરદનની માંસપેશીઓ ખેંચાય છે. વધુ પડતા થાકને કારણે પણ આ થાય છે.

કેટલાક બાળકોમાં રહી રહીને પણ માથાનો દુઃખાવો ઉપડે છે. એકવાર શરૂ થયા પછી આ દુઃખાવો 15 મિનિટ સુધી રહે છે. તેમાં માથાની એક તરફ બહુ વધારે દર્દ થાય છે. તેના કારણે બેચેની, આંખમાં પાણી આવવું, નાક બંધ થવું જેવા લક્ષણ પણ દેખાય છે.

કેટલાક બાળકોને માઈગ્રેનનો દુઃખાવો પણ હોય છે. જેમાં માંસપેશીઓ ખેંચાય છે. આ દુઃખાવામાં ઉલટી બેચેની પણ થાય છે. સારી રીતે ઊંઘ ન મળવાને કારણે પણ બાળકોમાં માથાનો દુઃખાવો થાય છે. જો તમારું બાળક માથામાં દુઃખાવાની વધારે ફરિયાદ કરે તો રાહ જોયા વગર તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article