ગુજરાતમા પ્રાથમિક શિક્ષણ ખાડે જ જાય ને ? રાજ્યની 3065 ખાનગી શાળામાં 7098 અમાન્ય શિક્ષકો

|

Mar 26, 2021 | 11:52 AM

ગુજરાતમાં ( Gujarat ) ઠેર ઠેર ખાનગી પ્રાથમિક શાળાઓ કે શિક્ષણની હાટડીઓ ખુલી ગઈ છે. આવી પ્રાથમિક શાળામાં નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓેને યોગ્ય શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોને બદલે લાયકાત વિનાના અયોગ્ય શિક્ષકો ભણાવતા હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં ( Gujarat ) પ્રાથમિક શિક્ષણ ખાડે ગયુ હોવાનું અનેકવાર સાંભળવા મળે છે. પરંતુ આ શિક્ષણ ખાડે કેમ ગયુ હશે તેનો ખુલાસો ગુજરાતના વિપક્ષે કર્યો છે. ગુજરાત વિધાનસભામાં ( Gujarat Vidhansabha ) પુછાયેલા લેખિત પ્રશ્નનો સેખિત જવાબ આપતા સરકારે જણાવ્યુ છે કે, ગુજરાતની 3065 ખાનગી પ્રાથમિક શાળામાં 7098 શિક્ષકો યોગ્ય લાયકાત વિના ભણાવતા હતા.

ગુજરાતમાં ઠેર ઠેર ખાનગી પ્રાથમિક શાળાઓ કે શિક્ષણની હાટડીઓ ખુલી ગઈ છે. આવી પ્રાથમિક શાળામાં નાના ભુલકાઓ અને વિદ્યાર્થીઓેને યોગ્ય શિક્ષણ આપી શકે તેવા શિક્ષકોને બદલે લાયકાત વિનાના અયોગ્ય શિક્ષકો ભણાવતા હોવાનું સામે આવ્યુ છે. એક તરફ ખાનગી શાળાઓ દ્વારા હજ્જારો રૂપિયાની ફિ ઉધરાવવામાં આવતી હોય છે. તેની સામે યોગ્ય અને ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવતુ નથી. તેવી ફરિયાદ અનેક વાલીઓ કરી રહ્યાં છે.

પ્રાથમિક શાળાઓમાં લાયકાત ન ધરાવતા શિક્ષકોની સંખ્યા સૌથી વધુ અમદાવાદમાં છે. અમદાવાદમાં 2361 શિક્ષકો, કચ્છમાં 686, સુરતમાં 609 શિક્ષકો, રાજકોટમા 508 શિક્ષકો યોગ્ય લાયકાત ધરાવતા ના હોવા છતા પ્રાથમિક શાળામાં ભણાવી રહ્યાં હતા.

ગુજરાતના આદીજાતિ વસ્તી ધરાવતા જિલ્લા તાપી, નવસારી, વલસાડ, અરવલ્લી, નર્મદા, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર જિલ્લામાં લાયકાત ન ધરાવતા શિક્ષકોની સંખ્યા નથી. વિધાનસભા ગૃહમાં લેખિત સ્વરૂપે પુછાયેલા પ્રશ્નમાં વિપક્ષે એવી પણ માંગ કરી છે કે, અયોગ્ય અને લાયકાત વિનાના શિક્ષકોને તાકીદે દૂર કરીને શિક્ષણના પાયા સ્વરૂપ પ્રાથમિક શિક્ષણને બચાવવા સરકારે કાર્યવાહી કરવી જરૂરી છે.

 

 

Next Video