પાલનપુર-અંબાજીના રોડનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં 7 લોકોએ જીવ ગુમાવી દીધો પરંતુ તંત્રને નથી ચિંતા

પાલનપુરથી અંબાજી જતા માર્ગનો વિકાસ થઈ રહ્યો છે. મુખ્ય રોડ હવે ફોર લેન બની રહ્યો છે. પરંતુ રોડ બનાવવાની કામગીરીમાં તમામ નિયમો નેવે મૂકી દેવાયા છે. વાહનચાલકોની સુરક્ષાની પરવા કર્યા વિના બિન્દાસ્ત રીતે કામ ચાલી રહ્યું છે. આ રસ્તો મુખ્ય માર્ગ હોવા છતાં રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નથી આવતું. જેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ […]

પાલનપુર-અંબાજીના રોડનો વિકાસ થઈ રહ્યો છે, જેમાં 7 લોકોએ જીવ ગુમાવી દીધો પરંતુ તંત્રને નથી ચિંતા
| Updated on: May 15, 2019 | 9:27 AM

પાલનપુરથી અંબાજી જતા માર્ગનો વિકાસ થઈ રહ્યો છે. મુખ્ય રોડ હવે ફોર લેન બની રહ્યો છે. પરંતુ રોડ બનાવવાની કામગીરીમાં તમામ નિયમો નેવે મૂકી દેવાયા છે. વાહનચાલકોની સુરક્ષાની પરવા કર્યા વિના બિન્દાસ્ત રીતે કામ ચાલી રહ્યું છે. આ રસ્તો મુખ્ય માર્ગ હોવા છતાં રોડ સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં નથી આવતું. જેના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. જેમાં છેલ્લા 2 મહિનામાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. પરંતું હજુ સુધી તંત્રને લોકોની સુરક્ષાની ચિંતા ન હોવા તેમ લાગી રહ્યું છે.

અંબાજીમાં માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. જેને ધ્યાને લઈને રોડની કામગીરી શરૂ કરાઈ છે. પરંતુ આ રસ્તા પર ક્યાંય પણ ડાયવર્ઝન મૂકવામા આવ્યા નથી. અહીં વાહનચાલકો માટે કોઈ સૂચના દર્શાવતા બોર્ડ પણ લગાવાયા નથી. આ ઉપરાંત કામગીરી દરમિયાન અહીં પાણીનો છંટકાવ પણ નથી કરાતો. જેના કારણે સતત ઉડતી ધૂળથી વાહનચાલકો પરેશાન થાય છે.

TV9 Gujarati

 

પાલનપુરથી અંબાજી જતા આ ફોરલેન રોડની કામગીરીનું ઓનલાઈન ટેન્ડર ગાંધીનગરથી થયું છે. જેથી સ્થાનિક અધિકારીઓ આ મુદ્દે કાંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે વાહનચાલકોની સુરક્ષા માત્ર ભગવાન ભરોસે જ રહેશે તેવું લાગે છે.

Follow Us