GTUની વિવિધ વિદ્યાશાખાના છેલ્લા વર્ષની પરિક્ષા આવતીકાલથી યોજાશે, બીજી યુનિવર્સિટીઓ પણ છેલ્લા વર્ષની પરિક્ષા યોજશે

|

Jul 01, 2020 | 8:08 AM

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) સહિતની વિવિધ યુનિવર્સિટીઓએ મોકુફ રાખેલી પરિક્ષા યોજાશે જ તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી. કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને અટકાવવાના ભાગરૂપે. જે તે વિદ્યાશાખાના છેલ્લા વર્ષની મોકુફ રાખેલ પરિક્ષા લેવી કે ના લેવી તેના માટે જીટીયુ એ સોશ્યલ મિડીયા થકી વિદ્યાર્થીઓનો અભિપ્રાય મેળવ્યો હતો. જેમાં 54 […]

GTUની વિવિધ વિદ્યાશાખાના છેલ્લા વર્ષની પરિક્ષા આવતીકાલથી યોજાશે, બીજી યુનિવર્સિટીઓ પણ છેલ્લા વર્ષની પરિક્ષા યોજશે
54,000 students showed support to appear in GTU exams

Follow us on

કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી (GTU) સહિતની વિવિધ યુનિવર્સિટીઓએ મોકુફ રાખેલી પરિક્ષા યોજાશે જ તેવી જાહેરાત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે કરી. કોરોના વાયરસના વધતા જતા સંક્ર્મણને અટકાવવાના ભાગરૂપે. જે તે વિદ્યાશાખાના છેલ્લા વર્ષની મોકુફ રાખેલ પરિક્ષા લેવી કે ના લેવી તેના માટે જીટીયુ એ સોશ્યલ મિડીયા થકી વિદ્યાર્થીઓનો અભિપ્રાય મેળવ્યો હતો. જેમાં 54 હજાર વિદ્યાર્થીઓ પરિક્ષા યોજવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે માત્ર 900 વિદ્યાર્થીઓએ જ પરિક્ષા ના યોજવી જોઈએનો વિકલ્પ પસંદ કર્યો હતો. આથી જીટીયુ, 3 વિકલ્પ સાથે પરિક્ષા યોજશે. જેમાં ઓનલાઈન, ઓફ લાઈન અને રહી ગયેલા વિદ્યાર્થીઓને પુનઃપરિક્ષા આપવાનો વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીટીયુની પરીક્ષા આવતીકાલ 2 જુલાઈથી નિયત કાર્યક્રમ મુજબ લેવાશે. જ્યારે બાકીની યુનિવર્સિટીઓ પણ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરશે. જુઓ વિડીયો.

Next Article