વડોદરાની ટાયર કંપનીના 5000માંથી 400 કર્મચારીને કોરોનાના લક્ષણો, કર્મચારીઓના કોરોના ટેસ્ટીગ કરવા કર્મચારી મંડળે કરી માંગ

વડોદરાની ટાયર કંપનીના 400 કર્મચારીઓમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા છે. જેને લઈને ટાયર કંપનીના કર્મચારી મંડળે, વહીવટીતંત્ર સમક્ષ કોરોનાનું પરિક્ષણ કરવા માટે કરી માંગ કરી છે. ટાયર કંપનીમાં પાંચ હજાર જેટલા કર્મચારીઓ કામમ કરી રહ્યા છે. કોરોનાને લગતી સરકારની ગાઈડલાઈનનો ભંગ, કંપનીમાં થતો હોવાનો આક્ષેપ કર્મચારી મંડળે કર્યો છે. પાંચ કર્મચારીના કોરોનાથી મોત થયા હોવાનું […]

વડોદરાની ટાયર કંપનીના 5000માંથી 400 કર્મચારીને કોરોનાના લક્ષણો, કર્મચારીઓના કોરોના ટેસ્ટીગ કરવા કર્મચારી મંડળે કરી માંગ
| Updated on: Sep 19, 2020 | 1:57 PM

વડોદરાની ટાયર કંપનીના 400 કર્મચારીઓમાં કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાયા છે. જેને લઈને ટાયર કંપનીના કર્મચારી મંડળે, વહીવટીતંત્ર સમક્ષ કોરોનાનું પરિક્ષણ કરવા માટે કરી માંગ કરી છે. ટાયર કંપનીમાં પાંચ હજાર જેટલા કર્મચારીઓ કામમ કરી રહ્યા છે. કોરોનાને લગતી સરકારની ગાઈડલાઈનનો ભંગ, કંપનીમાં થતો હોવાનો આક્ષેપ કર્મચારી મંડળે કર્યો છે.

પાંચ કર્મચારીના કોરોનાથી મોત થયા હોવાનું કર્મચારી મંડળ જણાવીને કંપનીમાં વધુને વધુ તપાસ કરવા માંગ કરી છે. કંપનીમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ હોવાની વાત કરી છે. કોરોનાના લક્ષણો હોય તેવા કર્મચારીને કંપની દ્વારા સારવાર આપવાની વાત છે પરંતુ આવી કોઈ જ વ્યવસ્થા કંપની દ્વારા ઉભી કરાઈ ના હોવાનો પણ આક્ષેપ કર્મચારી મંડળે કર્યો છે. કોરોનાને કારણે રજા કે ક્વોરોન્ટાઈન કરાય તો તેમનો પગાર કાપી લેવામાં આવતો હોવાના કારણે કામદારો આરોગ્યના ભોગે કામ કરવા મજબૂર બન્યા હોવાનું કર્મચારી મંડળનું કહેવું છે.

આ પણ વાંચોઃદાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યે કરી આત્મહત્યા, સામૂહિક આત્મહત્યાનુ કારણ આર્થિક સંકડામણ હોવાનુ પ્રાથમિક અનુમાન

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 5:49 am, Fri, 4 September 20