મચ્છુ હોનારતની ઘટનાના 40 વર્ષ પૂર્ણ, આ 10 તસ્વીર જોઈને તમારી આંખમાં પણ આંસૂ આવી જશે

મોરબીના મચ્છુ ડેમના તૂટવાથી હોનારતની ઘટનાના 40 વર્ષ પૂરા થયા છે. હોનારત બાદના દૃશ્યો જેમણે પણ જોયા તે ક્યારેય ભૂલી શકશે નહીં. ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે મચ્છુ ડેમ તૂટી ગયો હતો. ડેમનું પાણી આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં પહોંચતાની સાથે તબાહીનો માહોલ સર્જાયો હતો. ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો અને પછી…. રોચક VIDEO જોવા […]

મચ્છુ હોનારતની ઘટનાના 40 વર્ષ પૂર્ણ, આ 10 તસ્વીર જોઈને તમારી આંખમાં પણ આંસૂ આવી જશે
| Updated on: Aug 11, 2019 | 12:36 PM

મોરબીના મચ્છુ ડેમના તૂટવાથી હોનારતની ઘટનાના 40 વર્ષ પૂરા થયા છે. હોનારત બાદના દૃશ્યો જેમણે પણ જોયા તે ક્યારેય ભૂલી શકશે નહીં. ભારે વરસાદ અને પાણીના પ્રવાહના કારણે મચ્છુ ડેમ તૂટી ગયો હતો. ડેમનું પાણી આસપાસના ગ્રામ્યવિસ્તારોમાં પહોંચતાની સાથે તબાહીનો માહોલ સર્જાયો હતો. ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો અને પછી….

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ચેન્નઈના એક કાર્યક્રમમાં અમિત શાહની હાજરીમાં તમિલ સુપરસ્ટાર રજનીકાંતે કાશ્મીર મુદ્દે કહી આ વાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

40 વર્ષ અગાઉ એટલે 11 ઓગસ્ટ 1979ના દિવસે બપોરના સમયે 3 વાગ્યાને 15 મિનિટે ડેમ તૂટ્યો હતો. ડેમ તૂટવાની 15 મિનિટમાં સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. 2 કલાકના સમયમાં તો મકાનો પાણીમાં જળસમાધી લઈ ચૂક્યા હતા. લોકો કંઈ સમજે તે પહેલા કુદરતનો કેર સર્જાઈ ચૂક્યો હતો. લોકોની સાથે હજારો પશુઓની પણ મોત થઈ હતી. ગણતરીની મિનિટમાં એક જીવતુ જાગતું શહેર સ્મશાન બની ગયું હતું.

મોરબી આજે વિકાસના માર્ગ પર છે. પરંતુ મચ્છુના કારણે જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા તેનો જખમ ક્યારેય નહીં ભરી શકાય.  આ હોનારત આધારીત અમેરિકી લેખક ટોમ વુટન અને ગુજરાતી મૂળના ઉત્પલ સાંડેસરાએ અંગ્રેજીમાં પુસ્તક લખ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

મચ્છુ ડેમ તૂટવાના 38મા વર્ષ મોરબીના પ્રશાસને સાયરન વગાડીને મૃતકોને સલામી આપી હતી. જે લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા તેને યાદ કરીને આંખમાં આંસુઓ ભરે છે.

[yop_poll id=”1″]