Morbi: ઇકો કાર કુવામાં પડતા એક જ પરિવારના 4 નું કમકમાટીભર્યું મોત, ડ્રાઈવરની ગફલતે લીધો ભોગ

|

Nov 08, 2021 | 12:49 PM

Morbi: વાંકાનેર તાલુકામાં કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. ઇકો કાર કુવામાં પડતા એક જ પરિવારના 4 ના મોત થયા છે. ત્યારે ડ્રાઈવરની ગફલતે 2 બાળક-2 મહિલાઓનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે.

મોરબીના (Morbi) વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે ઈકો કાર (Ecco Car) કૂવામાં પડતા એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે. અમદાવાદનો પ્રજાપતિ પરિવાર દિવાળી (Diwali) કરીને ઘરે ઘરે પરત ફરી રહ્યો હતો. આ સમયે ડ્રાઈવર (Driver) કાર ચલાવી રહ્યો હતો. ત્યારે તેઓ જે કારમાં બેઠેલા તે ઈકો કારના ડ્રાઈવરને ઝોંકુ આવી જતા આ અકસ્માત થયો હતો. ઇકો કાર એકાએક કાર રોડ પરથી નીચે ઊતરી ગઈ અને કૂવામાં ખાબકી ગઈ. જેના કારણે કારમાં સવાર 2 મહિલા અને 2 બાળકના ઘટના સ્થળે મોત થયા હતાં. બાદમાં કાર ચાલક કાર છોડીને ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

 

આ પણ વાંચો: રાજ્ય સરકારનો મોટો નિર્ણય: 8 યાત્રાધામ પર બનશે હેલિપેડ અથવા હેલીપોડ, નવા 295 કોઝ વે બનાવાશે

આ પણ વાંચો: Padma Awards: આ વર્ષે 119 વ્યક્તિને પદ્મ પુરસ્કાર, 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મ ભૂષણ, 102 પદ્મ શ્રીથી સન્માનિત

Next Video