Rajkot: કોવિડ સારવાર માટે માં અમૃતમ કાર્ડની યોજના કાગળ પર, 33 હોસ્પિટલે આયુષ્માન, મા કાર્ડ પર સારવારની પાડી ના

|

May 11, 2021 | 1:31 PM

રાજકોટની સ્ટર્લિંગ, વોકહાર્ટ, સીનર્જી, ફિનિક્સ, ગિરિરાજ સહિતની હોસ્પિટલો આયુષ્માન, મા કાર્ડ પર સારવારની ચોખ્ખી ના પાડી રહી છે.

રાજ્ય સરકારે કોરોના દર્દીઓને આયુષ્માન, મા કાર્ડ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર મળશે તેવી રૂપાળી જાહેરાત તો કરી, પરંતુ જાહેરાતના 22 દિવસ બાદ પણ દર્દીઓને સારવારનો લાભ મળ્યો નથી. રાજકોટની સ્ટર્લિંગ, વોકહાર્ટ, સીનર્જી, ફિનિક્સ, ગિરિરાજ સહિતની હોસ્પિટલો આયુષ્માન, મા કાર્ડ પર સારવારની ચોખ્ખી ના પાડી રહી છે.

રાજ્ય સરકારની જાહેરાત બાદ કોરોના દર્દીને તેમના સગા ખાનગી હોસ્પિટલ લઈ પહોંચ્યા, તો યોજના માત્ર કાગળ પર જ હોવાની જાણ થઈ. કોરોના દર્દીના સગાએ કહ્યું કે ખાનગી હોસ્પિટલનું તંત્ર સારવારની ના પાડી રહ્યું છે.

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલના અધિકારીએ કહ્યું કે કોવિડની સારવાર અંગેનો કોઈ પરિપત્ર હજુ સુધી મળ્યો નથી. જેથી કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવતી નથી. જો કે હ્રદય, કિડની સહિતની અન્ય બિમારીની સારવાર આપવામાં આવી રહી છે.

Next Video