VIDEO: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા

29 વર્ષ જૂના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. તો સંજીવ ભટ્ટ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે 30 ઓક્ટોબર 1990ના રોજ જામજોધપુર પોલીસ કસ્ટડીમાં પ્રભુદાસ વૈષ્નાનીનું […]

VIDEO: જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા
| Updated on: Jun 20, 2019 | 7:50 AM

29 વર્ષ જૂના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા ફટકારી છે. તો સંજીવ ભટ્ટ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વનું છે કે 30 ઓક્ટોબર 1990ના રોજ જામજોધપુર પોલીસ કસ્ટડીમાં પ્રભુદાસ વૈષ્નાનીનું મોત થયું હતું.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં RTOની કાર્યવાહીથી વાન ચાલકોમાં આક્રોશ, સ્કૂલવાન ચાલકો મેયરના બંગલે રજૂઆત કરવા પહોંચ્યા

પોલીસે ઢોર માર માર્યા બાદ મોત થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. પ્રભુદાસ વૈષ્નાની મોત બાદ તેના ભાઈ અમૃતલાલ વૈષ્નાનીએ કેસ કર્યો હતો. તેમણે સંજીવ ભટ્ટ સહિત 7 પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો