બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગરના ડૉક્ટર પર આરોગ્ય વિભાગની તવાઈ

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગરના ડોક્ટર મોટી સંખ્યામાં છે. આ ડૉક્ટરો કોઈપણ પ્રકારની મેડિકલ સાયન્સની ડીગ્રી ધરાવતા નથી. પરંતુ લોકોના જીવ સાથે રમત રમે છે. આવા બોગસ ડૉક્ટરોને પકડી પાડવાનું કામ જિલ્લા આરોગ્ય અધિકારીએ હાથમાં લીધું છે. જિલ્લામાં અત્યાર સુધી 18 બોગસ તબીબોને પકડી તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.  આ પણ […]

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગરના ડૉક્ટર પર આરોગ્ય વિભાગની તવાઈ
| Updated on: Feb 10, 2020 | 4:52 PM

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ડિગ્રી વગરના ડોક્ટર મોટી સંખ્યામાં છે. આ ડૉક્ટરો કોઈપણ પ્રકારની મેડિકલ સાયન્સની ડીગ્રી ધરાવતા નથી. પરંતુ લોકોના જીવ સાથે રમત રમે છે. આવા બોગસ ડૉક્ટરોને પકડી પાડવાનું કામ જિલ્લા આરોગ્ય અધિકારીએ હાથમાં લીધું છે. જિલ્લામાં અત્યાર સુધી 18 બોગસ તબીબોને પકડી તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદના એક પરિવારને ઘરમાંથી 101 વર્ષ જૂનો સાઉથ આફ્રિકાની પરમિટનો પાસપોર્ટ હાથ લાગ્યો

બે માસના ટૂંકા ગાળામાં થયેલી આ કામગીરીના પગલે અનેક ડોક્ટરો ભૂગર્વમાં પણ જતા રહ્યા છે. તમામ તાલુકા હેલ્થ ઓફિસરને તેમના વિસ્તારમાં ચાલતા આવા બોગસ તબીબો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જો કે તે બાદ કોઈ બોગસ તબીબ ઝડપાસે તો તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરવાની જિલ્લા વિકાસ અધિકારીએ નોટિસ પાઠવી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ જિલ્લાના તમામ ફાર્માસિસ્ટ ને પરિપત્ર આપવામાં આવ્યો હતો કે ડોક્ટર સિવાયના કોઈપણ વ્યક્તિને દવાઓ વેચવી નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:11 pm, Mon, 10 February 20