VIDEO: વડતાલમાં 16 વર્ષથી ચાલતા ગાદી વિવાદનો અંત?, આચાર્ય પક્ષના સંતોનું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ

વડતાલ ધામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતની ચર્ચા ચાલી રહી છે. સ્વામી નિત્યસ્વરૂપ અને જ્ઞાનજીવન સ્વામીનું નિવેદન સોશિયલ મીડિયામાં ભક્તો વચ્ચે વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં નિત્યસ્વરૂપ સ્વામી આ વિવાદના અંતની વાત કરી રહ્યા છે. 16 વર્ષથી 2 આચાર્ય વચ્ચે ગાદીનો વિવાદ પ્રગટ છે. હાલ વડતાલની ગાદી પર રાકેશપ્રસાદ વિરાજમાન છે. […]

VIDEO: વડતાલમાં 16 વર્ષથી ચાલતા ગાદી વિવાદનો અંત?, આચાર્ય પક્ષના સંતોનું નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ
| Updated on: Aug 26, 2019 | 4:07 PM

વડતાલ ધામમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યો વચ્ચે ચાલી રહેલા વિવાદના અંતની ચર્ચા ચાલી રહી છે. સ્વામી નિત્યસ્વરૂપ અને જ્ઞાનજીવન સ્વામીનું નિવેદન સોશિયલ મીડિયામાં ભક્તો વચ્ચે વાઈરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં નિત્યસ્વરૂપ સ્વામી આ વિવાદના અંતની વાત કરી રહ્યા છે. 16 વર્ષથી 2 આચાર્ય વચ્ચે ગાદીનો વિવાદ પ્રગટ છે. હાલ વડતાલની ગાદી પર રાકેશપ્રસાદ વિરાજમાન છે.

આ વિવાદને લઈ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. ત્યારે સંતોના નિવેદનથી સ્વામિનારાયણ ભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. 16 વર્ષ અગાઉ અજેન્દ્ર પ્રસાદ વિરાજમાન હતા. અને સંતો સાથે વહિવટી બાબતે વાંધો થતા આચાર્યને પદ ભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ આચાર્ય તરીકે રાકેશપ્રસાદને ગાદી સોંપાઈ હતી. હવે સંતો દ્વારા ફરી સમાધાન કરવાની વાતો ચાલી રહી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ ફ્રાન્સમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક બાદ પરમાણુ યુદ્ધની ધમકી પર આવી ગયું પાકિસ્તાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 3:59 pm, Mon, 26 August 19