સુરતના કતારગામમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના આઈસોલેશન સેન્ટરમાં 116 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

કતારગામ આંબાતલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા વર્તમાન સમયની કોવીડની સમસ્યાને ધ્યાને લઈને કોવીડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

સુરતના કતારગામમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના આઈસોલેશન સેન્ટરમાં 116 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
Samast Patidar Samaj Trust
| Edited By: | Updated on: May 02, 2021 | 11:26 AM

સુરત :  આજે જ્યારે લોકો કોરોનાની જંગ સામે લડી રહ્યા છે ત્યારે પાટિદાર સમાજ સુરત કતારગામ આંબાતલાવાડી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા કોવીડની સમસ્યાને ધ્યાનમાં લઈને કોવીડ કેર આઈસોલેશન સેન્ટર શરુ કરવામાં આવ્યું છે.

કતારગામ આંબાતલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા વર્તમાન સમયની કોવીડની સમસ્યાને ધ્યાને લઈને કોવીડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. કતારગામ-વેડ રોડ મેડીકલ એસોસિએશનના સહયોગથી સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરોની ટીમ સેવા આપી રહી છે. સમાજનાં યુવાનો હિંમતથી દર્દીને પરિવારના સભ્યની જેમ સેવા આપી રહ્યા છે.

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ આઇસોલેશ સેન્ટરમાં હાલ સુધીમાં 182 કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર આપવામાં આવી છે. જેમાં શનિવારે એક સાથે 22 દર્દીઓ મળીને અત્યાર સુધીમાં 116 દર્દીઓ કોરોનાના જંગ સામે લડીને સ્વસ્થ થઇને ખૂશીથી ઘરે પરત ફર્યા હતા. હાલમાં 66 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. બધા દર્દીઓને ખુબ આંનદ છે કે ઘરના વાતવરણ જેવો જ માહોલ એમને મળી રહ્યો, અહી દર્દીઓને તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે.

અહિયા જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજનની સારવાર તેમજ દવાઓ ફ્રી આપવામાં આવે છે. દર્દીઓને ફ્રુટ, જ્યુસ, નાસ્તો, સૂપ, ભોજન જેવી સેવા વિનામુલ્યે આપવામાં આવે છે.

પાટીદાર સમાજ દ્વારા આ ખુબજ સારી સેેવાકિય પ્રવૃતી કરવામાં આવી રહી છે જેમાં દર્દિઓને આ સેવાનો લાભ મળી રહ્યો છે. જ્યારે પણ મુસીબતનો સમય હોય છે ત્યારે પાટીદાર સમાજ આવી સેવાકિય પ્રવૃતીમાં આગળ હોય છે.

સમસ્ત પાટીદાર સમાજનાં કારોબારી સભ્યો સર્વેથી વેલજીભાઈ શેટા(પ્રમુખ શ્રી), કાળુભાઈ ભીમનાથ (ઉપ.પ્રમુખ શ્રી) તથા સેવાભાવી આગેવાનો સતત હાજર રહી સમ્રગ સેવા સારી રીતે મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.

આ ઉપરાંત ગત રવિવારે આયુશ હોસ્પિટલમાં આગની ઘટનાની સંસ્થાના સ્વયંસેવકને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને સારવાર માટે તડફડી રહેલા દર્દીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન હોસ્પિટલમાં જગ્યા ન મળતા દર્દીને તાત્કાલીક પણે આઇસોલેશન સેન્ટરમાં લાવીને તેમને તાત્કાલીક તબીબ સારવાર સાથે ઓક્સિજન આપીને કીટીકલ સ્થિતિમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. જે કામગીરી અમારા સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના યુવાન સ્વયંસેવકે કરીને માનવતા મહેકાવી છે.