Viral Photo: બટાકા વેફરની કઢીના ફોટો ઈન્ટરનેટ પર થયા વાયરલ, લોકોએ કરી મજેદાર કોમેન્ટસ

બટાકાની વેફરની કઢી તમને ભાવશે? પોટેટો ચિપ્સની કઢીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારથી જ ઇન્ટરનેટ પર આ વિચિત્ર વાનગી વિશે અલગ અલગ કોમેન્ટસ પણ આવી રહી છે.

Viral Photo: બટાકા વેફરની કઢીના ફોટો ઈન્ટરનેટ પર થયા વાયરલ, લોકોએ કરી મજેદાર કોમેન્ટસ
બટાકા વેફરની કઢી
| Edited By: | Updated on: Jun 09, 2021 | 4:23 PM

બટાટાની ચિપ્સ (Potato Chips) બધાને પસંદ આવે છે. હળવા નાસ્તા તરીકે દરેક બટાકાની વેફર ખાવાનું પસંદ કરતાં હશે. પરંતુ બટાકાની વેફરની કઢી તમને ભાવશે? પોટેટો ચિપ્સની કઢીના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારથી જ ઇન્ટરનેટ પર આ વિચિત્ર વાનગી વિશે અલગ અલગ કોમેન્ટસ પણ આવી રહી છે.

આ વિચિત્ર વાનગીની તસવીરો ફેસબુક પર કોલકાતા ફૂડ ટ્રોટર્સ એ (Kolkata Food Trotters) પોસ્ટ કરી હતી. કોઈ ટ્વિટર યુઝરે પોટેટો ચિપ્સ કઢીની પોસ્ટ શેર કરી છે અને શેર કર્યા પછી તે ખૂબ વાયરલ પણ થઈ હતી.

બટાકા વેફરની કઢી

આ ફોટો પરથી સ્પષ્ટ થાય છે કે, વાનગી બટાકાની ચિપ્સથી તૈયાર કરવામાં આવી છે, જેમાં સામાન્ય રીતે મીટ અથવા શાકભાજી વપરાય છે, તેમાં ટામેટાની ગ્રેવી પણ દેખાય છે. આ ફોટો પર ઘણા યુઝર્સે હાસ્યાસ્પદ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે કે આ માનવતાની હત્યા છે. આ વાનગી જોઈને માનવતા પર હુમલો થયો છે, એવું લાગે છે.

એક યુઝરે લખ્યું કે આ વાનગી બનાવવા બદલ 25 કોડાની સજા થવી જોઈએ. ફાંસી થવી જોઈએ એવી કોમેન્ટ પણ આવી હતી. અન્ય એક યુઝરે લખ્યું છે કે ભયાનક છે પણ સાથે રસપ્રદ પણ દેખાય છે. કોઈએ તેને ગજબનો પ્રયોગ કહ્યો છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે હવે નેક્સ્ટ વાનગી ચામાં ડૂબેલી બિસ્કિટની આવશે જેને ચા પુડિંગ નામ આપજો.

Published On - 4:21 pm, Wed, 9 June 21