Chilli Ice Cream: મરચાંનો આઈસક્રીમ ને આઈસક્રીમના ભજીયા? કવિ કહેવા શું માગે છે ?

|

Aug 02, 2021 | 7:56 AM

Chilli Ice Cream: લીંબુ, આદું મરચા અને હળદરનો પણ આઈસક્રીમ મળે જ છે. સવાલ એ છે જ છે કે ઉકાળા જેવા આઈસક્રીમનો આ ફ્લેવર ભાવે ખરો ? તમારું શું કહેવું છે ?

Chilli Ice Cream: મરચાંનો આઈસક્રીમ ને આઈસક્રીમના ભજીયા? કવિ કહેવા શું માગે છે ?
કોરોના કાળમાં લીંબુ અને હળદરનો પણ આઈસક્રીમ શરૂ થયો હતો.

Follow us on

“અરે, ઘરમાં આદુ, લીંબુ, મરચાં છે ?”
“કેમ ?”
“કંઈ નહીં, હોય તો જરા આઈસક્રીમ બનાવને !”
આવું જો રવિવારની સવારે આડો પડેલો પતિ પત્નીને પૂછે તો પત્ની ચોક્કસ તેનું મોં સુંઘવા આવશે, કે ભાઈ પાણી સિવાયનું અન્ય પીણું તો નથી પી ગયો ને ? ભાંગ બાંગ ચડાવી કે શું ?

જોકે હું ય તમને કહું કે મરચાનો આઈસક્રીમ કે લીંબુનો પણ આઈસક્રીમ (Ice Cream) મળે છે, તો તમે ય મારું મોં સુંઘવા જરૂર આવવાના. આ તો સારું છે કે ટેકનોલોજી એટલી આગળ નથી વધી ગઈ કે તમે મારા સુધી પહોંચી શકો; પણ આ તો એક વાત છે. આ ચીલી આઈસક્રીમ (Chilli Ice Cream:) કંઈ આજકાલનો નથી મળતો વર્ષોથી મળે જ છે. પણ અહીં લખવાનો હેતુ એ છે કે નોર્મલી આપણે ચોકલેટ, સ્ટ્રોબેરી, મેંગો જેવા સ્વીટ ફ્લેવર ખાવા ટેવાયેલા છીએ આ બિલ્કુલ એનાથી ઉંધું તાપ્તી ગંગાવાળી લાઈન પકડી છે એમ સમજો ને.

મુંબઈમાં મરચા, આદુંનો અને સુરતમાં પણ લીંબુ અને મરચા, ફુદીનો, વેજિટેબલનો ય નો આઈસક્રીમ મળે છે, (હવે ઓર્ડર પર જ મળે છે, આ કોરોના, બીજું કંઈ નહીં) પણ બનાવનાર આ ભાઈઓને વિનંતી કે ફરી જ્યારે પણ બનાવો તો થોડા આદું મરચાં અમારા મસાલા માટે પણ રહેવા દેજો, ભાઈ. નહીં તો અમારે ત્યાં તો આ આઈસક્રીમમાંથી મરચા કાઢીને શાકમાં નાખે એવું ય બની શકે. અચ્છા, આ પ્રકારનો આઈસક્રીમ મુંબઇ, સુરત, અમદાવાદ સિવાય બીજા શહેરોમાં પણ મળતો હશે પણ એની મને જાણ નથી. તમારી જાણમાં હોય તો મને જરૂર કહેજો. એની વિગતો પણ લોકોને જણાવીશું.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

મરચાં, લીંબુ, આદુ, હળદરનો આઈસક્રીમ !

સુરતમાં મરચાનો આઈસક્રીમ ઓર્ડર પર બનાવી અપાય છે. કોરોના કાળમાં લીંબુ અને હળદરનો પણ આઈસક્રીમ શરૂ થયો હતો. પછી તો લોકો ઉકાળામાં નાખે એ બધું નાખીને પણ આઈસક્રીમો બનાવતા થઈ ગયા હતા, ભલા માણસ આઈસક્રીમને ઉકાળો બનાવી દેવાનો છે, યાર? આ તો મારું બેટું રામાયણમાં મહાભારતના પાત્રો ઘૂસી ગયા હોય એવું લાગે, અલ્યા ભઈ, રામાયણમાં ભીમ નો હારો લાગે, તમારે કાકાને ત્યાં.

ઘરે બને ? મરચાંનો આઈસક્રીમ ?
હા, વળી કેમ નહીં ? બનાવવાની રીત તો સરખી જ છે. જેમ તમે બીજા આઈસક્રીમ બનાવો, વાત ખાલી ફ્લેવરની હોય છે. તો એના માટે ચીલી ઉર્ફે મરચાંનો ઉપયોગ કરવાનો હોય છે. એ લીલા મરચાંના ટુકડા હોઈ શકે અથવા ચીલી ફ્લેક્સ પણ નાખી શકાય. ક્યાં તો મરચાની પેસ્ટ. બનાવવાની રીત એવી છે કે ચીલ્ડ ફ્રેશ ક્રિમમાં ખાંડ મીક્સ કરી તેને બરાબર ફેંટી લેવાનું.

એમાં વેનિલા આઈસક્રીમ ઉમેરો, મીક્સ કરો. એમાં ચીલી ફ્લેક્સ નાખો, બરાબર હલાવો અને પછી ફ્રીજમાં મુકી દો. જામી જાય એટલે બહાર કાઢીને ખાઓ, પણ કોઈને ખવડાવો ત્યારે એમને કહેતા નહીં કે આમાં મરચું છે.
રહી વાત આઈસક્રીમના ભજીયાની તો નવી રેસિપી સાથે નવા એપિસોડમાં.
ખ્યાલ આયો ?

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ મીન- 02 ઓગસ્ટ: ધીરજ અને શાંતિ રાખવાનો છે આ સમય, નોકરિયાતને સત્તાવાર મુસાફરી માટે મળી શકે ઓર્ડર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ મિથુન- 02 ઓગસ્ટ: ઘરના અપરિણીત સભ્યોને આવી શકે છે સબંધની વાત, નાની બિઝનેસ ટુરનાં યોગ

 

Next Article