કેમ પરિણીત સ્ત્રીઓ ધારણ કરે સિંદુર ? જાણો આશ્ચર્યચકિત કરી દેતા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

|

May 10, 2021 | 1:53 PM

દેરક પરિણીત સ્ત્રી સિંદુર ધારણ કરે છે પણ તમે જાણો છો કે તેના કારણો શું છે ? સિંદુર ધારણ કરવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો. સ્ત્રીના માથા પરનું સિંદુર લાવે છે ઘરમાં સુખ, સમૃદ્ધી અને શાંતી.

કેમ પરિણીત સ્ત્રીઓ ધારણ કરે સિંદુર ? જાણો આશ્ચર્યચકિત કરી દેતા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો
પરિણીત સ્ત્રી

Follow us on

આપણી ભારતીય સંસ્કૃતિમાં દર્શાવાયુ છે કે લગ્નમાં સ્ત્રીની માંગમાં સિંદુર ( sindoor ) પૂરવામાં આવે છે, અને સ્ત્રી મંગળસૂત્ર ધારણ કરે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ આવું કેમ કરે છે ? આ પરંપરાની પાછળ શું છે વૈજ્ઞાનિક કારણો ? ચલો આજે તમને આપીએ આ તમામ સવાલોના જવાબ.આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીના કપાળ પર રહેલું સિંદુર એ સ્ત્રીની પરિણીત હોવાની નિશાની છે. કેટલીક સ્ત્રી તેને પરંપરા માને છે તો કેટલીક એ વિશ્વાસ સાથે કે સિંદુર ધારણ કરે છે કે તેના પતિની રક્ષા કરે છે અને તેના સૌભાગ્યને અખંડ રાખે છે.

ધાર્મિક કારણ :

એવું કહેવામાં આવે છે કે સિંદુર સંબંધી ઉલ્લેખ રામાયણમાં પણ છે. માતા સીતા સિંદુર ધારણ કરતા તેવી માન્યતા છે. એટલું જ નહીં એવું કહેવાય છે કે માતા પાર્વતી સિંદુર ધારણ કરનારી મહિલાઓના પતિની રક્ષા કરે છે. અને તમામ ખરાબ શક્તિથી સ્ત્રીના સૌભાગ્યને બચાવે છે. તો માન્યતા તો એવી પણ છે કે જે સ્ત્રી નિયમિત સિંદુર ધારણ કરે છે તેના પતિનું ક્યારેય અકાળે અવસાન નથી થતું. સિંદુરને માતા લક્ષ્મીનું પણ પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મી સ્ત્રીના માથા પર જ્યાં સિંદુર ધારણ કરવામાં આવે છે ત્યાં સ્થાન ગ્રહણ કરે છે. જેનાથી ઘરમાં સુખ શાંતી અને સમૃદ્ધીનું આગમન થાય છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વૈજ્ઞાનિક કારણ :
આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણો હંમેશા રહ્યા છે. એવું જ એક કારણ માથામાં સેથો પૂરવાનું અર્થાત સિંદુર ધારણ કરવાનું પણ છે. જે સ્થાન પર સિંદુર ધારણ કરાય છે તે વચ્ચેના ભાગ પર એક ગ્રંથિ હોય છે, જેને આપણે બ્રહ્મારંધ્ર કહીએ છીએ. તે સ્થાન ખુબ સંવેદનશીલ હોવાનું કહેવાય છે.

તેથી તે સ્થાન પર જો સિંદુર લગાવાય તો સ્ત્રીનો તણાવ ઓછો થાય અને સાથે જ મગજ સાથે જોડાયેલી ગંભીર બિમારી થવાની સંભાવના પણ નહિવત્ થઈ જાય છે. સિંદુરમાં પારા નામની ધાતુ હોય છે જેનીથી સ્ત્રીના ચહેરા પર જલદીથી કરચલી પણ નથી થતી. એટલે કે સિંદુર ધારણ કરનારી સ્ત્રીના ચહેરા પર ઉંમર નથી દેખાતી એટલે કે સિંદુરના ધારણ કરવાના મનોવૈજ્ઞાનિક કારણો પણ છે.

Next Article