
યામીએ તેના ફોટોશૂટમાંથી તસવીરો શેર કરી અને લખ્યું કે જ્યારે આ તસવીરો તેની ત્વચાની સ્થિતિ કેરાટોસિસ-પિલરિસને છુપાવવા માટે પોસ્ટ પ્રોડક્શન માટે જઈ રહી હતી ત્યારે તેણે પોતાની જાતને કહ્યું કે તેણે આ સમસ્યાનો સ્વીકાર કરવો જોઈએ.

યામીએ કહ્યું કે તેને કિશોરાવસ્થામાં ત્વચાની આ સમસ્યા હતી, જેનો કોઈ ઈલાજ નથી. આ સ્થિતિમાં, ચહેરા પર નાના ખીલ થાય છે.

યામીએ અંતમાં લખ્યું કે મે ખૂબ હિંમત કરીને તમને મારી આ કંડીશન વિશે જણાવ્યુ છે.