Wrap Up : પ્રિયંકા ચોપરાએ પૂરી કરી હોલીવૂડ સીરીઝ સિટાડેલનું શૂટિંગ, જાણો કયા રોલમાં જોવા મળશે

|

Dec 12, 2021 | 8:52 PM

આ તસવીરમાં પ્રિયંકાની તેના સ્ટાર્સ સાથેની બોન્ડિંગ ખૂબ જ ખાસ દેખાઈ રહી છે. આ સાથે જ પ્રિયંકાની આ તસવીરને ચાહકો પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખરેખર પીસીએ આ સિરીઝ માટે લંડનની કડકડતી ઠંડીમાં શૂટ કર્યું હતું.

Wrap Up : પ્રિયંકા ચોપરાએ પૂરી કરી હોલીવૂડ સીરીઝ સિટાડેલનું શૂટિંગ, જાણો કયા રોલમાં જોવા મળશે
Priyanka Chopra

Follow us on

બોલિવૂડથી (Bollywood) લઈને હોલિવૂડમાં (Hollywood) પોતાના અભિનયની શરૂઆત કરનાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) તેની આગામી સીરિઝ સિટાડેલને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. તે અવારનવાર આ સિરીઝના શૂટની પળોને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે અને હવે તેણે આ સિરીઝ વિશે એક ખાસ પોસ્ટ શેર કરી છે જે તેના ચાહકો દ્વારા પસંદ કરવામાં આવી રહી છે.

પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, જ્યારે પણ અભિનેત્રી કોઈ પોસ્ટ શેર કરે છે, ત્યારે ચાહકો તરફથી લાખો લાઈક્સ અને ટિપ્પણીઓ આવે છે. હવે, તેના બહુપ્રતિક્ષિત પ્રોજેક્ટ ‘સિટાડેલ’ ના સમાપનની જાહેરાત કરતી વખતે, PC એ રિચાર્ડ મેડન અને અન્ય લોકો સાથે સેટમાંથી કેટલાક BTS ફોટા પણ શેર કર્યા છે અને કેપ્શન આપ્યું, ‘આ સિટાડેલનું રેપઅપ છે.

Jioનો સૌથી સસ્તો મંથલી પ્લાન ! અનલિમિટેડ કોલ્સ, ડેટા અને SMSના લાભ
તમારી આ 5 ભૂલો તમારા ચશ્માને પહોંચાડી શકે છે નુકસાન, આજે જ સુધારી લો
No Oil Diet : તેલ ખાવાનું બંધ કરી દો તો શરીર પર શું અસર થાય ? જાણી લો
વૈભવ સૂર્યવંશીને IPLમાં એક મેચ રમવા માટે કેટલા પૈસા મળે છે, જાણો
ગલી બોયના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
આઈબ્રોનો ગ્રોથ વધારવા માટે આ દેશી વસ્તુને એલોવેરામાં કરો મિક્સ

આ તસવીરમાં પ્રિયંકાની તેના સ્ટાર્સ સાથેની બોન્ડિંગ ખૂબ જ ખાસ દેખાઈ રહી છે. આ સાથે જ પ્રિયંકાની આ તસવીરને ચાહકો પણ પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખરેખર પીસીએ આ સિરીઝ માટે લંડનની કડકડતી ઠંડીમાં શૂટ કર્યું હતું.

જોકે સિટાડેલમાં પ્રિયંકા ચોપરાનો રોલ શું હશે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી, પરંતુ કેટલાક અહેવાલોનું માનીએ તો પ્રિયંકા આ પ્રોજેક્ટમાં ડિટેક્ટીવ બનીને એક ખાસ કેસ ઉકેલતી જોવા મળશે. જ્યાં તે એક્શન કરતી પણ જોવા મળશે. તાજેતરમાં જ શૂટ દરમિયાન પ્રિયંકાને ઈજા થઈ હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વેલ હવે જ્યારે સિરીઝનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, તો તેની રિલીઝ ડેટ ટૂંક સમયમાં આવી શકે છે.

 

આ પણ વાંચો –

Vijay Hazare 2021: હેત પટેલ અને સૌરવ ચૌહાણે શાનદાર તોફાની શતક ફટકારી મચાવી ધમાલ, વિદર્ભ સામે ગુજરાતનો 46 રને વિજય

આ પણ વાંચો –

Virat Kohli: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજે કર્યુ આશ્વર્યજનક નિવેદન, કેપ્ટનશિપ છીનવાઇ જવાને વિરાટ કોહલી માટે વરદાન રુપ બતાવ્યુ