
સંજય દત્ત - બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્ત પણ હાલમાં જ કેન્સરનો શિકાર બન્યા હતા. સંજયને 2020માં કેન્સર થયું હતું. પરંતુ અભિનેતાએ ખૂબ બહાદુરીથી કેન્સરની લડાઈમાં જીત મેળવી છે.

રાકેશ રોશન- ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કેન્સરનો ભોગ બનેલા છે. રિતિક રોશને માહિતી આપી હતી કે રાકેશ રોશન કેન્સર ગ્રસ્ત છે. જ્યારે રિતિકે આ માહિતી આપી ત્યારે બધા ચોંકી ગયા. ગળાના કેન્સરને હરાવીને રાકેશ રોશન સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે.

અનુરાગ બાસુ- પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનુરાગ બાસુએ પણ 2004માં લ્યુકેમિયા કેન્સરને હરાવ્યું. લ્યુકેમિયા એ લોહી અથવા અસ્થિ મજ્જાના કેન્સરનો એક પ્રકાર છે. એવું કહેવાય છે કે કેન્સર સમયે અનુરાગની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને ડોક્ટરે એક ગંભીર કેસ જણાવી દીધો હતો. પરંતુ હવે અનુરાગે આ રોગને હરાવીને સ્વસ્થ જીવન જીવે છે.

લિસા રે- 2009માં ભારતીય મૂળની અભિનેત્રી લિસા રેને પણ કેન્સર થયું હતું. લિસાને મલ્ટીપલ માયલોમાં કેન્સર હતું. લિસા રે એક વર્ષ કેન્સર સામે લડી અને 2010માં તે કેન્સર મુક્ત થઈ. હવે લિસા સંપૂર્ણ સ્વસ્થ છે અને તેનું જીવન જીવે છે.