રણવીર-દીપિકા અને રણબીર-આલિયા સાથે કરશે ન્યૂ યરનું સેલિબ્રેશન ?

|

Dec 30, 2020 | 1:33 PM

બોલીવૂડનું પ્રખ્યાત દંપતી રણવીર સિંહ-દીપિકા પાદુકોણ અને પ્રખ્યાત કપલ રણબીર કપૂર-આલિયા ભટ્ટ વચ્ચે ખુબ સારી મિત્રતા છે. એટલે જ તેઓ સાથે મળીને 2021નું સ્વાગત કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં રણબીરન માતા નીતૂ કપૂર સાથે જોવા મળી રહ્યા છે અને સાથે રણવીર સિંહ પણ જોવા મળી રહ્યા છે. આ […]

રણવીર-દીપિકા અને રણબીર-આલિયા સાથે કરશે ન્યૂ યરનું સેલિબ્રેશન ?

Follow us on

બોલીવૂડનું પ્રખ્યાત દંપતી રણવીર સિંહ-દીપિકા પાદુકોણ અને પ્રખ્યાત કપલ રણબીર કપૂર-આલિયા ભટ્ટ વચ્ચે ખુબ સારી મિત્રતા છે. એટલે જ તેઓ સાથે મળીને 2021નું સ્વાગત કરવા જઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં રણબીરન માતા નીતૂ કપૂર સાથે જોવા મળી રહ્યા છે અને સાથે રણવીર સિંહ પણ જોવા મળી રહ્યા છે. આ તસ્વીર નીતૂ કપૂરે પણ પોતાની સ્ટોરીમાં પોસ્ટ કરી હતી. જેને કારણે એવી ધારણા લગાવવામાં આવી રહી છે કે કપૂર પરિવાર ન્યૂ યરનું સેલિબ્રેશન રાજસ્થાનમાં કરશે સાથે રણવીર અને દીપિકા પણ હશે.

મંગળવારે રણવીર અને દીપિકા જયપુર એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ રણબીર અને આલિયા પણ જયપુર એરપોર્ટ પર જોવા મળ્યા. આલિયા રણબીર સાથે તેમના પરિવારના સદસ્યો નીતૂ, રિદ્ધિમા, સોની રાજદાન અને શાહીન ભટ્ટ પણ જોવા મળ્યા હતા.

રણબીરએ લગ્ન વિષે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જો આ મહામારી ના આવી હોત તો આલિયા સાથે તેના લગ્ન થઇ ગયા હોત. હું મારા જીવનમાં જલ્દીથી આ લક્ષ્યને ટિક કરવા માંગું છું.

Next Article