શું ટોલીવુડની લોકપ્રિય અભિનેત્રી નયનતારા બહુ જલ્દી લગ્ન કરશે ?? જાણો શું છે સત્ય

વિગ્નેશ શિવનની આગામી ફિલ્મ 'કથુવાકુલા રેન્દુ કાધલ' મુખ્ય ભૂમિકામાં વિજય સેતુપતિ, નયનથારા (Nayanthara) અને સામંથા જોવા મળવાના છે. આ ફિલ્મ આગામી તા. 28 એપ્રિલે રિલીઝ થઈ રહી છે અને આ રોમેન્ટિક ડ્રામા પાસેથી લોકોને સારી અપેક્ષાઓ છે.

શું ટોલીવુડની લોકપ્રિય અભિનેત્રી નયનતારા બહુ જલ્દી લગ્ન કરશે ?? જાણો શું છે સત્ય
Nayanthara & Vignesh Shivan (File Photo)
| Edited By: | Updated on: Apr 24, 2022 | 10:41 PM

સાઉથ ઇન્ડિયન ફેમસ એટ્રેસ (Tollywood) નયનતારા (Nayanthara) અને વિગ્નેશ શિવન (Vignesh Shivan) છેલ્લા 6 વર્ષથી રિલેશનશિપમાં છે. ‘રાઉડી પેડી’ના શૂટિંગ દરમિયાન આ સ્ટાર કપલ પ્રેમમાં પડ્યા હતા અને ગયા વર્ષે 2021માં સગાઈ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિગ્નેશ શિવન અને નયનથારા ફિલ્મ ‘એકે 62’ની રિલીઝ પહેલા લગ્ન કરવા માટે તૈયાર છે. અજિતની 62મી ફિલ્મનું નિર્દેશન કરવા માટે વિગ્નેશ શિવનના નામની જાહેરાત કરવામાં આવી છે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થશે. વિગ્નેશ શિવન ‘એકે 62’ના શૂટિંગમાં વ્યસ્ત હશે.

આ દરમિયાન ડિરેક્ટર ફિલ્મ શરૂ કરતા પહેલા નયનતારા સાથે લગ્ન કરવાની યોજના ધરાવે છે. નયનતારા નિર્દેશક વિગ્નેશ શિવનના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે. જો કે, આ પહેલા તેમના લગ્નના સમાચાર જ સામે આવ્યા છે.

વિગ્નેશ શિવન અને નયનતારાના બહુ જલ્દી લગ્ન થશે

નયનતારા અને વિગ્નેશ આ મહિનાના જૂન મહિનામાં લગ્ન કરી શકે છે. જો કે, તેમના સોશિયલ મીડિયા દ્વારા હજુ સુધી કોઈ જાહેરાત આ અંગે કરવામાં આવી નથી. તેમના લગ્નમાં કોણ કોણ સામેલ થવાનું છે, તે જાણવા અંગે તેમના ચાહકો તલપાપડ થઇ રહયા છે. તાજેતરમાં, નયનતારા અને વિગ્નેશને અમુક મંદિરોમાં પ્રસાદ લેતા સાથે જોવામાં આવી રહયા છે.

ચાહકોને, નયનતારા અને વિગ્નેશની પ્રેમ કહાની પરીકથા જેવી લાગે છે. તેઓ સાથે કામ કરતી વખતે તેઓ પ્રેમમાં પડ્યા હતા અને ત્યારબાદ બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્ન કદાચ આ વર્ષના આ સૌથી મોટા લગ્ન પૈકી એક હોઈ શકે છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનામાં દક્ષિણમાંથી કોઈ મોટી હસ્તીના લગ્નના સમાચાર આવ્યા નથી. હવે જ્યારે નિર્દેશક અને અભિનેત્રી એકબીજાના થવા જઈ રહ્યા છે, ત્યારે સાઉથ ઈન્ડસ્ટ્રી સિવાયના તેમના ચાહકોની નજર પણ આ બંનેના લગ્ન પર રહેશે. અત્યારે દરેક લોકો તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નયનતારા ‘કથુવાકુલા રેંદુ કાધલ’માં જોવા મળશે

જો વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, વિગ્નેશ શિવનની આગામી ફિલ્મ ‘કથુવાકુલા રેન્દુ કાધલ’, જેમાં વિજય સેતુપતિ, નયનથારા અને સામંથા મુખ્ય ભૂમિકામાં છે, જે આગામી તા. 28 એપ્રિલે રિલીઝ થઈ રહી છે. વિગ્નેશ શિવાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ નયનતારાની બીજી ફિલ્મ છે અને આ ફિલ્મ દ્વારા મોટી સંખ્યામાં ચાહકોને આકર્ષશે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો – PM મોદીને પ્રથમ લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ મળ્યો, આ સન્માન દેશના લોકોને સમર્પિત કર્યું