
બિગ બોસ 17 તેના દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. શોનો દરેક એપિસોડની ભારે ચર્ચા થતી રહે છે. આ શો વિવાદો અને મનોરંજનથી ભરેલો છે. આ અઠવાડિયા એલિમીનેશન બાદ હવે શોમાં નિર્માતાઓએ ઘરમાં વાઇલ્ડકાર્ડ એન્ટ્રીની યોજના બનાવી છે અને આ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે જાહ્નવી અને સારાનો ફ્રેન્ડ ઓરીના નામની ચર્ચા ચાલી રહી છે.
સોશિયલ મીડિયા પર અનેક સેલિબ્રિટી સાથે ફોટોમાં જોવા મળતો ઓરી હાલ ખુબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલ ઓરી હવે કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ 17’માં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરવા જઈ રહ્યો હોવાની ભારે ચર્ચા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઓરી અવાત્રામણીનું નામ પણ ‘વાઇલ્ડ કાર્ડ’ એન્ટ્રીમાં સામેલ છે જે બિગ બોસના ઘરમાં હકાલપટ્ટી બાદ ટૂંક સમયમાં નવા ક્નટેસ્ટન્ટની એન્ટ્રી થતી જોવા મળશે. ત્યારે શું ખરેખર ઓરી બિગબોસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે જાણો અહીં.
Nominations ke dwaar par aaye inn 5 sadasyon mein se, kissey kahenge hum iss hafte alvida?
Dekhiye #BiggBoss17, Mon-Fri 10PM & Sat-Sun 9PM sirf #Colors aur @JioCinema par. #BB17 #BiggBoss @beingsalmankhan @uk07rider @JignaVora5 @sanaraeeskhan @anky1912 @TEHELKAPRANK pic.twitter.com/LJBwNgXgZh
— ColorsTV (@ColorsTV) November 22, 2023
જો સૂત્રોનું માનીએ તો, ઓરી અવાત્રામણી ચોક્કસપણે બિગ બોસમાં જોડાશે, પરંતુ ‘વાઇલ્ડ કાર્ડ’ તરીકે નહીં પરંતુ શોમાં વિશેષ અતિથિ તરીકે. ઓરી આગામી ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરી શકે છે. આ સમય દરમિયાન, થોડા સમય માટે, તે બિગ બોસના ઘરની અંદર પણ જઈ શકે છે અને ઘરના સભ્યો સાથે કેટલાક મનોરંજક પડકારો અને રમતો પણ રમી શકે છે. ઈન્ટરનેટ પર ધૂમ મચાવનાર ઓરી હવે ટીવી પર ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે.
‘બિગ બોસ 17’ની સીઝનને શરૂઆતથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. સલમાન ખાનના આ શોની ટીઆરપીએ પ્રખ્યાત ટીવીની વહુ અનુપમાને પણ માત આપી દીધી છે. હાલમાં બિગ બોસની ટીઆરપી 2ની આસપાસ છે. સામાન્ય રીતે, વર્લ્ડ કપ અને આઈપીએલ જેવી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન, જ્યાં તમામ શોની ટીઆરપી ઘટી જાય છે, સલમાન ખાનના બિગ બોસ તેના રેટિંગને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. હવે મેકર્સનું એક જ ધ્યેય છે, બિગ બોસને નંબર વન શો બનાવવો અને તેથી આવનારા થોડા એપિસોડમાં બિગ બોસના ઘરમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ જોવા મળી શકે છે.