
લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. આ શો છેલ્લા 15 વર્ષથી લોકોના દિલ અને દિમાગ પર છવાયેલો છે. જો કે, 2017 માં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેન એટલે કે દિશા વાકાણીએ શોને અલવિદા કહી દીધું હતું. આ શો વર્ષોથી દયાબેન વગર ચાલતો હોવાથી લોકો આ પાત્રને મિસ કરે છે.
નિર્માતાઓએ પણ ઘણી વખત દર્શકોને વચન આપ્યું છે કે દયાબેન શોમાં પાછા ફરશે. આ માટે ઘણી અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા હતા. હવે અભિનેત્રી ઐશ્વર્યા શર્મા વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે જેઠાલાલની દયા બનીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પ્રવેશ કરી શકે છે.
ખરેખર, ઐશ્વર્યા શર્મા તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર લાઈવ આવી હતી, જ્યાં તેણે તેના ચાહકોની ઘણી માંગ પૂરી કરી હતી. લાઈવ દરમિયાન, એક યુઝરે તેણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયાબેનની નકલ કરવાનું કહ્યું, જેને ઐશ્વર્યા શર્મા તેની નકલ કરી અને ફેન્સનો ચોકાવી દીધા. ખાસ વાત એ છે કે તેની એક્ટિંગ જોઈને લોકો પણ પ્રભાવિત થયા હતા. જે બાદ હવે હવે ઐશ્વર્યા શર્માને દયાબેન બનાવવામાં આવેની દર્શકો માંગ કરી રહ્યા છે.
Next Daya Ben for #TMKOC !!
•
•
•
•
~ Cutest couple ever•• Retweet if you want her as Daya Ben••#NeilBhatt #NeilArmy @neilbhatt4 #BB17 #BigBoss17 #AishwaryaSharma @AishSharma812 pic.twitter.com/CLZJYFNZjy
— ✨ (@TeamNeilBhattFC) January 16, 2024
તમને જણાવી દઈએ કે બિગ બોસ પછી ઐશ્વર્યાને ઘણી ખ્યાતિ મળી છે. બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ ઐશ્વર્યાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું. જ્યાં તેણે ચાહકોના પ્રેમ અને સમર્થન માટે આભાર માન્યો હતો. ફેન્સ કોમેન્ટ કરીને ઐશ્વર્યા સાથે વાત કરતા હતા. ત્યારે એક ચાહકે કમેન્ટ કરી કે દયાબેનની નકલ કરવા કહ્યું. ત્યારે ઐશ્વર્યાએ દયાબેનની જેમ ‘હે મા માતાજી’ કહ્યું. ઐશ્વર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા સીરિયલ ગુમ હૈ કિસી કે પ્યારમાં પાખીનું પાત્ર ભજવીને ફેમસ થઈ હતી. આ શોમાં તે તેના લાઈફ પાર્ટનર નીલ ભટ્ટને મળી હતી. બંને સેટ પર જ પ્રેમમાં પડ્યા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. આ બંનેએ બિગ બોસમાં કપલ તરીકે એન્ટ્રી કરી હતી.
Published On - 4:01 pm, Thu, 18 January 24