Aamir Khan Divorce: 15 વર્ષ બાદ આમિર ખાન અને કિરણ રાવના થયા છૂટાછેડા, જાણો કારણ

લગ્નના 15 વર્ષ પછી આમિર ખાન અને કિરણ રાવે તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. આમિર અને કિરણે એક નિવેદનમાં આ વિશે જાહેરાત કરી છે.

Aamir Khan Divorce: 15 વર્ષ બાદ આમિર ખાન અને કિરણ રાવના થયા છૂટાછેડા, જાણો કારણ
આમિર ખાન-કિરણ રાવ
| Edited By: | Updated on: Jul 03, 2021 | 12:30 PM

બોલીવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાનને લઈને મોટા સમાચાર આવ્યા છે. જી હા ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર આમિર અને તેની પત્ની કિરણ રાવે છૂટાછેડા લઇ લીધા છે. તમને જણાવી દઈએ કે લગભગ 15 વર્ષના લાંબા સંબંધ બાદ બંને અલગ થયા છે. 28 ડિસેમ્બર 2005 ના રોજ બંનેએ એકબીજા સાથે લગ્ન સંબંધમાં બંધાયા હતા.

સંયુક્ત નિવેદનમાં કરી જાહેરાત

તમને જણાવી દઈએ કે કિરણ એ આમિર ખાનની બીજી પત્ની હતી. 15 નાં સુખી લગ્ન જીવન બાદ અચાનક છૂટાછેડાના અહેવાલોએ સમગ્ર ઇન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે. આમિર અને કિરણે એક નિવેદનમાં આ વિશે જાહેરાત કરી છે. તેમને નિવેદનમાં કહ્યું કે 15 વર્ષોમાં અમે એક સાથે જીવનભરનો અનુભવ, આનંદ અને આનંદ પામ્યો છે. અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સમ્માન અને પ્રેમમાં વધ્યો છે.’

નિવેદનમાં આગળ છૂટાછેડાનું કારણ આપતા જણાવ્યું છે કે ‘અમે અમારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરવા માંગીએ છીએ. પતિ-પત્ની નહીં પરંતુ સહ માતા-પિતાના રૂપે પરિવાર રહેશે.’ તેમના નિવેદન પ્રમાણે આમિર અને કિરણે ઘણા સમય પહેલા જ અલગ થવાનો પ્લાન શરુ કરી દીધો હતો.

છૂટાછેડા બાદ પણ ચાલુ રાખશે કામ

તમને જણાવી દઈએ કે બંને ભલે અલગ થઇ રહ્યા છે પરંતુ તેમના નિવેદન અનુસાર તેઓ આગળ પણ સાથે મળીને કામ કરતા રહેશે. તેમણે નિવેદનમાં નાજાવ્યું કે બંને એક વિસ્તૃત પરિવાર તરીકે જીવન જીવશું. અને દીકરા વિશે વાત કરતા જણાવ્યું કે દીકરા આજાદનો ઉછેર બંને સાથે મળીને કરશેએટલું જ નહીં પરંતુ પાની ફાઉન્ડેશન અને અન્ય પ્રોજેક્ટ્સમાં પણ બંને સાથે મળીને કામ ચાલુ રાખશે

આમિર ખાનના હતા બીજા લગ્ન

તમને જણાવી દઈએ કે આમિરે 2005 કિરણ સાથે લગ્ન કર્યા આ પહેલા તેના લગ્ન 1986 માં રીના દત્તા સાથે થયેલા હતા. આમીર ખાન અને રીનાના બે બાળકો છે જુનૈદ અને અઈરા ખાન. તેમના વર્ષ 2002 માં છૂટાછેડા થયા હતા. અને આ બાદ કિરણ અને આમિરની મુલાકાત લગાનના સેટ પર થઇ અને બંને એકબીજા સાથે લગ્ન સંબંધથી જોડાયા હતા.

 

આ પણ વાંચો: Ranbir Kapoor ને પહેલીવાર કરીના કપૂરે કરી આ ખાસ રિક્વેસ્ટ, શું પુરી કરશે અભિનેતા, જુઓ વીડિયો

આ પણ વાંચો: શું તમે જાણો છો સુપરસ્ટાર્સની રક્ષા કરતા બોડીગાર્ડનો પગાર કેટલો હોય છે? રકમ જાણીને માન્યામાં નહીં આવે

Published On - 12:17 pm, Sat, 3 July 21