તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની સોનુ પહેલા કરતી હતી આ કામ, જાણો અત્યારે કમાય છે કેટલા રૂપિયા

ટપુ સેનાની એકમાત્ર ગર્લ સોનુ ભીડેને પણ પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો છે. પછી ભલે તે જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળી હોય કે પછી હવે નવી આવેલી સોનુ ઉર્ફે પલક સિધવાણી (Palak Sindhwani) હોય.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માંની સોનુ પહેલા કરતી હતી આ કામ, જાણો અત્યારે કમાય છે કેટલા રૂપિયા
પલક સિંધવાણી
| Updated on: May 31, 2021 | 4:46 PM

લોકપ્રિય શો તારક મેહતા ક ઉલ્ટા ચશ્માં (Taarak Mehta Ka Ooltah Chashmah) હજુ પણ એટલો જ પોપ્યુલર છે જેટલો પહેલા હતો. સમય જતા શોમાં ઘણા બદલાવ આવ્યા છે. ઘણા પાત્રો ભજવતા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પણ બદલાઈ ગઈ છે. દર્શકો ખાસ કરીને જેઠાલા ઉર્ફ દિલીપ જોશીને લઈને દરેક વસ્તુ જાણવા તત્પર હોય છે.

ટપુ સેનાની એકમાત્ર ગર્લ સોનુ ભીડેને પણ પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો છે. પછી ભલે તે જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાળી હોય કે પછી હવે નવી આવેલી સોનુ ઉર્ફે પલક સિંધવાણી (Palak Sindhwani) હોય.

પલક પહેલા કરતી હતી આ કામ

પલક વર્ષ 2019 માં આ શો સાથે જોડાઈ છે. જોકે આ પહેંલા પલક ટીવી કાર્યક્રમોનો ભાગ રહી ચુકી છે. પલક આ શો પહેલા અન્ય એક રિયાલિટી શો માટે કામ કરી ચુકી છે. જી હા પલક પહેલાથી જ એક મોડલ છે અને તેણે ઘણીબધી નાની ભૂમિકા ભજવી છે.

પલકનો પ્રથમ પગાર

તમને જણાવી દઈએ કે પલક સૌથે ચર્ચિત શો ઇન્ડિયન આઈડલમાં જોવા મળી હતી. આ શોથી જ તેને પહેલી કમાણી પણ મળી. તેણે ઈન્ડિયન આઇડલનો પ્રોમો શૂટ કર્યો હતો. આ પ્રોમો માટે તેને થોડા હજાર રૂપિયા મળ્યા.

પલકે પહેલા ક્યાં ક્યાં કર્યું છે કામ?

આ સિવાય તે અમૂલ બટર કમર્શિયલ અને ડિઝની પ્લસ હોટસ્ટાર સિરીઝ હોસ્ટેજમાં પણ જોવા મળી હતી. તારક મહેતા શો દ્વારા પલકને સૌથી મોટો ચાન્સ આપવામાં આવ્યો હતો. પલકના પિતાને આ શો ખૂબ ગમતો હોવાથી જ્યારે પલકને સોનુની ભૂમિકા નિભાવવાની ઓફર મળી ત્યારે તેણે તરત જ શો માટે હા પાડી.

આ શો માટે કેટલા મળે છે પૈસા?

આજે પલકને આ શો સાથે લગભગ બે વર્ષ થઇ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે કે પલકને આ શો માટે એક એપિસોડના 35 થી 40 હજાર રૂપિયા મળે છે.

 

આ પણ વાંચો: શું તમને ખબર છે કેવું લાગે છે ગેલેક્સીનું કેન્દ્ર? NASA એ શેર કરી લાજવાબ તસ્વીર, જુઓ

આ પણ વાંચો: જો તમારા બાળકમાં આ આદતો જોવા મળે છે તો ચેતી જજો, તેને હોઈ શકે છે સિગારેટની લત