OMG! Dance Deewane 3 ના સ્ટેજ પર જ્યારે રેખાએ કહ્યું ‘અમિત મારો પ્રેમ છે’, જુઓ Viral Video

ડાન્સ દીવાને 3 ના મંચ પર આ વખતને એપિસોડમાં રેખા જોવા મળશે. રેખાનો આ ઉંમરે ડાંસ જોઇને શોના સ્પર્ધક અને જજ પણ અચંબિત થઇ ગયા છે. તમે પણ જુઓ વિડીયો.

OMG! Dance Deewane 3 ના સ્ટેજ પર જ્યારે રેખાએ કહ્યું અમિત મારો પ્રેમ છે, જુઓ Viral Video
Rekha's performance on the stage of Dance Deewane 3
| Edited By: | Updated on: Jul 17, 2021 | 7:29 AM

આ અઠવાડિયે રિયાલિટી શો ડાન્સ દીવાને 3 ના સેટ પર (Dance Deewane 3) પોતાનો જાદુ વિખેરવા માટે રેખા (Rekha) આવવા જી રહ્યા છે. શોના પ્રોમો જોઇને જ લાગે છે કે આ વખતના એપિસોડમાં ખુબ ધમાલ મસ્તી થશે. રેખા આ વખતના શોમાં ગેસ્ટ બનીને તો આવશે જ પરંતુ સાથે સાથે તેઓ પરફોર્મ પણ કરવાના છે.

જેના આજે પણ હજારો ચાહકો છે એ રેખાનું પરફોર્મન્સ જોવા માટે દર્શકો આતુર છે. આ એપિસોડ ફેન્સ માટે એક ભેટથી ઓછો નહીં હોય. તાજેતરમાં જ શોનું એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં રેખા તેમના અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેમજ સિલસિલા (Silsila) ફિલ્મનું એક દ્રશ્ય ફરી નિભાવતા પણ જોવા મળશે.

અભિનેત્રીએ સેટ પર સિલસિલાનો એક અદ્દભુત સીન રીક્રિએટ કરી બતાવ્યો છે. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડીયોમાં રેખા અને અભિનેત્રી માધુરી દિક્ષિત (Madhuri Dixit) એક સીન કરતા જોવા મળે છે. આ વિડીયોમાં રેખાએ કહ્યું હતું કે ‘અમિત મારો પ્રેમ છે અને પ્રેમ મારું નસીબ બની ગયો છે.’

આ સીનમાં જયા બચ્ચને ભજવેલી ભૂમિકા માધુરીએ ભજવી. વિડીયોમાં જોવા મળે છે કે જ્યારે રેખા માધુરીની બાજુમાં ઉભા છે અને અટક્યા વગર જ આખો સિંગ રેખા પૂરો કરી દે છે. શોના પ્રોમોમાં આપણે ફિલ્મનું પ્રખ્યાત ગીત દેખા એક ખ્વાબ સાંભળી શકીએ છીએ.

રેખા આ શોના મંચ પર વ્હાઇટ ડ્રેસમાં ડાન્સ કરતા જોવા મળશે. જ્યાં અભિનેત્રી પોતાના સુપરહીટ સોંગ સલામે ઈશ્ક મેરી જાન ગીત પર પરફોર્મ કરશે. આ ડાન્સ વિડીયોના નાનકડા ટીઝરને ચેનલે પોસ્ટ કર્યો છે. જેમાં રેખાના ઠુમકા અને અદા જોવા મળે છે. આ વિડીયોમાં એમ પણ જોવા મળે છે કે ડાન્સ બાદ દરેક કોન્ટેસ્ટન્ટ રેખાને પગે લાગે છે.

આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે તમામ જજ અને સ્પર્ધકો રેખાને પર્ફોર્મ કરતા જોઈને ઈમોશનલ થઈ જાય છે અને તેમના ડાન્સ પછી સ્ટેજ પર પહોંચે છે. અભિનેત્રીની આ શૈલી તેને અન્યથી અલગ બનાવે છે.

 

આ પણ વાંચો: 1200 કિમી દૂરથી સાયકલ ચલાવીને Sonu Soodને મળવા પહોંચ્યો આ વ્યક્તિ, અભિનેતાએ કર્યું આ શૈલીમાં સ્વાગત