
એમપીના સિહોર જિલ્લાની મહોડિયા ગ્રામ પંચાયત કે જ્યાં આ સિરીઝનું શૂટિંગ થયું હતું તે રાતોરાત ટોક ઓફ ધ ટાઉન બની ગયું છે. લોકો આ ગામ વિશે ઘણી ચર્ચા કરી રહ્યા છે. આસપાસના લોકો તેને ફુલેરાના નામથી બોલાવવા લાગ્યા છે. ફિલ્મ યુનિટને આ લોકેશન ખૂબ જ પસંદ છે. કહેવાય છે કે આ ગામના લોકો ખૂબ માયાળું છે.

શૂટિંગ દરમિયાન ટીમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. કદાચ આ જ કારણ છે કે દરેક સિઝનમાં આ ગામમાં શૂટિંગ કરવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે સીઝન 4નું શૂટિંગ ગયા વર્ષે જૂનમાં થયું હતું. તેને પૂર્ણ કરવામાં ટીમને બે મહિના લાગ્યા હતા.
Published On - 1:34 pm, Sun, 2 June 24