BIRTHDAY SPECIAL: જયારે WAHEEDA REHMANએ અમિતાભને મારી દીધી હતી થપ્પડ, શેર કર્યો દિલચસ્પ કિસ્સો

વીતેલા જમાનાની જાણીતી એક્ટ્રેસ વહીદા રહેમાન (WAHEEDA REHMAN) આજે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ તેનો 83મોં જન્મદિવસ મનાવી રહી છે. વહીદા રહેમાનએ તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ સિનેમાથી કરી હતી.

BIRTHDAY SPECIAL: જયારે WAHEEDA REHMANએ અમિતાભને મારી દીધી હતી થપ્પડ, શેર કર્યો દિલચસ્પ કિસ્સો
| Edited By: | Updated on: Feb 03, 2021 | 2:11 PM

વિતેલા જમાનાની જાણીતી એક્ટ્રેસ વહીદા રહેમાનનો (WAHEEDA REHMAN) આજે એટલે કે 3 ફેબ્રુઆરીના રોજ  83મોં જન્મદિવસ મનાવી રહી છે. વહીદા રહેમાને તેની ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ સિનેમાથી કરી હતી. આ બાદ તેને હિન્દી, તમિલ, મલયાલમ અને બંગાલી ભાષાની ફિલ્મમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મોથી વહીદા રહેમાનને ઓળખ મળી હતી. એક સમય એવો પણ આવ્યો હતો કે, વહીદા રહેમાને દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી હતી.

આપણે સૌ જાણીએ છીએ કે, ફિલ્મી દુનિયામાં શૂટિંગના સમયની વાતો હંમેશા યાદ રહેતી હોય છે. કંઈક એવું હ વહીદા રહેમાન સાથે થયું હતું. થોડા સમય પહેલા વહીદા રહેમાન ટીવી કોમેડી શો ‘ ધ કપિલ શર્મા શો’ માં આવો હતી આ દરમિયાન તેને અમિતાભ બચ્ચન સાથે શૂટિંગનો એક કિસ્સો સંભળાવ્યો હતો.

વહિદા રહેમાનએ આ દરમિયાન ફિલ્મ ‘રેશ્મા ઔર શેરા’ ના શૂટિંગ વિશે જણાવ્યું હતું. જેમાં વહીદાએ એક સીન દરમિયાન બિગ બીને થપ્પડ મારવાની હતી. વહિદાએ કહ્યું હતું કે મેં અમિતાભને (AMITABH BACHCHAN) મજાકમાં કહ્યું હતું કે હું તમને થપ્પડ મારું છું અને શૂટિંગ દરમિયાન તેણે ખરેખર થપ્પડ મારી દીધી હતી. અમિતાભની પ્રતિક્રિયાને ત્યાં હાજર દરેક વ્યક્તિ સમજી ગયા હતા કે તેમને જોરથી થપ્પડ મારી છે. શુટિંગ પછી અમિતાભ મારી પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે, વહીદાજી ઘણા સારા હતા.

જણાવી દઈએ કે, વહિદા રહેમાનએ સૌથી વધુ ફિલ્મ ગુરુ દત્ત સાહેબ સાથે કરી હતી. વહીદા એક મહાન ડાન્સર રહી છે. તેણે પોતાની રસપ્રદ કામગીરી અને નૃત્ય કુશળતાથી પ્રેક્ષકોને મોહિત કર્યા હતા. વહિદા રહેમાન બે ફિલ્મફેર એવોર્ડ, ‘રેશ્મા અને શેરા’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ અને ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીથી નવાજવામાં આવી છે.

Published On - 2:09 pm, Wed, 3 February 21