Vivek Oberoiને 500 રૂપિયાનો દંડ, ટ્વીટ કરીને કહ્યું સલામતી સૌથી મહત્વપૂર્ણ છે તેવું મને સમજાવવા બદલ મુંબઈ પોલીસનો આભાર

|

Feb 21, 2021 | 2:17 PM

બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય વિરુદ્ધ હેલ્મેટ અને માસ્ક વિના ડ્રાઇવિંગ કરવા માટે એક ચલણ બહાર પાડવામાં આવ્યું હતું, હવે આ ચલણ ઉપર અભિનેતાની મજેદાર પ્રતિક્રિયા બહાર આવી છે.

Vivek Oberoiને 500 રૂપિયાનો દંડ, ટ્વીટ કરીને કહ્યું સલામતી સૌથી મહત્વપૂર્ણ છે તેવું મને સમજાવવા બદલ મુંબઈ પોલીસનો આભાર
Vivek Oberoi

Follow us on

અભિનેતા વિવેક ઓબેરોયે હેલ્મેટ અને માસ્ક પહેર્યા વિના બાઇક ચલાવવા પર લાદવામાં આવેલા દંડ અંગે પ્રતિક્રિયા આપી છે. નિયમોને ભંગ કરવા બદલ મુંબઈ પોલીસે તેમને 500 રૂપિયા દંડ ફટકાર્યો છે. ખરેખર, વેલેન્ટાઇન ડે પર, અભિનેતા પત્ની પ્રિયંકા સાથે તેની નવી હાર્લી ડેવિડસન બાઇક પર સવારી માણી રહ્યા હતા.

જાણો વિવેકે શું કહ્યું

પોતાની ભૂલનો અહેસાસ કરતાં વિવેક ઓબેરોયે મુંબઈ પોલીસને ટ્વિટ કરીને કહ્યું, ‘પ્રેમ અમને કયા તબક્કે લાવ્યો! નિકળ્યા હતા નવી બાઈક પર હું અને મારી પ્રેમિકા , હેલ્મેટ વિના ચલણ કાપ્યું. હેલ્મેટ વિના બાઇક ચલાવશો? મુંબઈ પોલીસ તમને પકડશે! સલામતી સૌથી મહત્વપૂર્ણ છે તેવું મને સમજાવવા બદલ મુંબઈ પોલીસનો આભાર. સલામત રહો હેલ્મેટ અને માસ્ક પહેરો.

 

 

આટલા રુપિયાનું થયું ચલણ
મળતી માહિતી મુજબ શુક્રવારે મુંબઇ પોલીસને સામાજીક કાર્યકર ડો.બીનુ વર્ગીસ દ્વારા વિવેક ઓબેરોય પર હેલ્મેટ વગર બાઇક ચલાવવાની ફરિયાદ મળી હતી, ત્યારબાદ તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. એમ કહેવામાં આવે છે કે તેમના 500 રૂપિયાના ચલણ કાપવામાં આવ્યાં છે.

લાગી હતી આ ધારાઓ

આ કેસમાં મુંબઈ પોલીસે આઈપીસીની કલમ 188, 269, મોટર વ્હીકલ એક્ટની કલમ 129, 177 અને વિવેક ઉપર રોગચાળાના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. કારણ કે આ વીડિયો જુહુ વિસ્તારનો હતો, આ કેસ જુહુ પોલીસે નોંધ્યો છે.

 

વિવેકે 14 ફેબ્રુઆરીએ વીડિયો શેર કર્યો હતો

આ વીડિયો વિશે વાત કરીએ તો, વિવેક ઓબેરોયે ખુદ આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વેલેન્ટાઇન ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ શેર કર્યો હતો. જેની સાથે તેમણે રોમેન્ટિક કેપ્શન પણ લખ્યું હતું. પરંતુ તે દરમિયાન, વિવેકે કદાચ વિચાર્યું પણ ન હોય કે તેમનો આ વીડિયો તેમના માટે નવી સમસ્યા લાવી શકે છે.

Next Video