Viral Video: કિયારા અડવાણી સાથે ઘટી એવી ઘટના કે ફેન્સ બોલ્યા, ‘ધોનીનો બદલો લેવાઈ ગયો’

કિયારા અડવાણી તાજેતરમાં તેના આગામી મૂવીના ટ્રેલર લોન્ચ માટે કારગિલ ગઈ હતી. આ સમયે એરપોર્ટનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. ચાલો જોઈએ વિડીયોમાં શું છે.

Viral Video: કિયારા અડવાણી સાથે ઘટી એવી ઘટના કે ફેન્સ બોલ્યા, ધોનીનો બદલો લેવાઈ ગયો
Security personnel ask Kiara Advani to take off her mask
| Edited By: | Updated on: Jul 27, 2021 | 11:44 AM

કિયારા અડવાણી તાજેતરમાં સિધ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહર સાથે તેની આગામી ફિલ્મ શેરશેહનું ટ્રેલર લોન્ચ કરવા માટે કારગિલ ગયા હતા. આ સમયે કિયારા એરપોર્ટ જોવા મળી. ત્યારનો એક માંજેદાવ વિડીયો સામે આવ્યો છે જ્યાં તે એરપોર્ટમાં પ્રવેશતા પહેલા સિક્પોયોરિટી ગાર્ડને પોતાનું આઈડી પ્રૂફ બતાવે છે. જોકે ગાર્ડ તેની ફરજ નિભાવતા તેનું કાર્ડ ચેક કરે છે. આ વ્યક્તિ કિયારા જ છે કે કેમ તે નક્કી કરવા માટે અભિનેત્રીએ માસ્ક ઉતારીને મોઢું પણ બતાવવું પડે છે. આ ક્ષણો વિડીયોમાં કેદ થઇ જવા પામી.

એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો પોસ્ટ થયો છે અને હવે વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થવાનું કારણ છે કે તેની ઓળખ સાબિત કરવા સિક્યોરિટીએ કિયારાને પોતાનું માસ્ક ઉતારવા કહ્યું.

ધોની ફિલ્મનો બદલો- ફેન્સ

આ ઘટના જોતા જ દર્શકોને ધોની ફિલ્મનો સીન યાદ આવી ગયો છે. જેમાં સુશાંત એટલે કે ધોની સાથે કિયારાએ આવું દ્રશ્ય ભજવ્યું હતું. તમને પણ જણાવી દઈએ કે જ્યારે પહેલી વાર ફિલ્મમાં સુશાંત અને કિયારા મળે છે ત્યારે કિયારા હોટલ રિસેપ્શનિસ્ટ તરીકે ફરજ બજાવી રહી હોય છે. આવામાં તે સુશાંતને આઈડી ચેક કર્યા વગર રૂમમાં જવાની ના કહી દે છે. ફેન્સ હવે આ ફિલ્મને યાદ કરીને કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા ફેન્સ કહી રહ્યા છે કે ધોની ફિલ્મનો બદલો મળ્યો.

જુઓ ફેન્સની કોમેન્ટ્સ

Comment of fans

કિયારાના શૂઝની કિંમત અધધધ

તમને એ પણ જણાવી દઈએ કે આ વિડીયોમાં કિયારાએ જે શૂઝ પહેર્યા છે તે ખુબ જ ખાસ અને ઘણા મોંઘા છે. કિયારાએ ઘૂંટણની લંબાઈ સુધીના બૂટ પહેર્યા છે. જેને એલેનોર બોટ્ટા 100 કહેવામાં આવે છે. તે ઘાટા બ્રાઉન શેડમાં છે. જો તમે આ બૂટ ખરીદવા માંગતા હો, તો તમારે આ માટે મોટી રકમ ચૂકવવી પડશે. તેની કિંમત ડોલરમાં 1,795 છે અને ભારતીય રૂપિયામાં તેની કિંમત આશરે 1,33,597 રૂપિયા છે.

 

આ પણ વાંચો: Birthday Special: એન્જિનિયરિંગ છોડીને અભિનેત્રી બનેલી કૃતિ સેનનની પાંચ બેસ્ટ ફિલ્મો

આ પણ વાંચો: સૈફ અલી ખાનને લાગ્યો ડર: જાણો કેમ કહ્યું, ‘આવું કરીશ તો કરીના મને જાનથી મારી દેશે’

Published On - 11:43 am, Tue, 27 July 21