Viral Video : Sara Ali Khan એ કપાવ્યું નાક, વીડિયો શેર કરીને માતા-પિતાની માગી માફી

|

Aug 03, 2021 | 11:19 PM

સારા અલી ખાન અવારનવાર પોતાની પોસ્ટ્સ દ્વારા ચાહકોનું મનોરંજન કરે છે, પરંતુ તાજેતરમાં સારાએ પોતાનો એવો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને ચાહકો પણ પરેશાન થઈ ગયા છે.

Viral Video : Sara Ali Khan એ કપાવ્યું નાક, વીડિયો શેર કરીને માતા-પિતાની માગી માફી
Sara Ali Khan

Follow us on

સારા અલી ખાન (Sara Ali Khan) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ સારાએ પોતાનો નવો વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સારા તેમની માતા અને પિતાની માફી માંગી રહી છે કારણ કે અભિનેત્રીએ તેમનું નાક કાપ્યું છે.

વીડિયોમાં તમે જોશો કે સારાના નાકમાં પાટો છે અને જ્યારે તે પાટો કાઢે છે ત્યારે તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું છે. વીડિયો શેર કરતા સારાએ લખ્યું, ‘સોરી અમ્મા અને અબ્બા લાગી ગયું. નાક કાપ્યું છે મેં.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સારાના ચાહકો વીડીયો જોયા બાદ પરેશાન થઈ ગયા છે અને તેને પોતાની સંભાળ રાખવા માટે કહી રહ્યા છે. તે જ સમયે, કેટલાક ચાહકો સારાના આ સમય દરમિયાન જોવા મળેલા ક્યૂટ એક્સપ્રેશનને ખૂબ પસંદ કરે છે.

અહીં જુઓ સારા અલી ખાનનો વીડિયો watch sara ali khan video here

 

 


બોલ્ડ મોનોક્રોમ ફોટાથી બનાવ્યા દિવાના

સારાએ થોડા દિવસો પહેલા પોતાનો મોનોક્રોમ ફોટો શેર કર્યો હતો. સારા બ્લેક આઉટફિટમાં હોટ લાગી રહી હતી. તસ્વીરો શેર કરતાં સારાએ લખ્યું હતું કે, ‘કાશ કભી યૂ હો ના હસરતે ના ઝનુન હો, તેરા ખ્યાલ હો ઓર તૂ હો દિલમેં બસ સુકુન હો.’

અહીં જુઓ સારાનો ફોટો see sara ali khan photos

 

 


સારાની પ્રોફેશનલ લાઇફ

સારાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ કુલી નં. 1 (Coolie No 1) માં જોવા મળી હતી. આ ફિલ્મમાં સારા સાથે વરુણ ધવન (Varun Dhawan) મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી. જોકે તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

અતરંગી રે માં મચાવશે ધમાલ

સારા હવે અતરંગી રે (Atrangi Re) ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં સારાની સાથે અક્ષય કુમાર (Akshay Kumar) અને ધનુષ (Dhanush) જેવા સુપરસ્ટાર પણ છે. આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. અહેવાલો અનુસાર, આમા અલગ અલગ ટાઈમલાઈન્સ પર સ્ટોરી બતાવવામાં આવશે અને સારા અક્ષય અને ધનુષ બંને સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા સારા પહેલી વાર અક્ષય અને ધનુષ સાથે કામ કરી રહી છે. ત્રણેય સ્ટાર કાસ્ટ પ્રથમ વખત સ્ક્રીન શેર કરી રહ્યા છે. આનંદ એલ રાય ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

 

આ પણ વાંચો :- Box Office Clash : ક્રિસમસ પર સામ-સામે હશે આમિર ખાન અને અલ્લુ અર્જુન, કોણ જીતશે?

આ પણ વાંચો :- Viral : નોરા ફતેહીનું નામ સાંભળીને ભારતી સિંહનાં ઉડી ગયા હોશ, વિડીયોમાં રિએક્શન જોઈને આવશે તમને હસવું

Next Article