Video: તારક મહેતાની જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલીનો વિડીયો વાયરલ, તળાવમાં આ અંદાજમાં લગાવી ડૂબકી

|

Jun 06, 2021 | 10:42 AM

નિધિએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં આત્મરામ ભીડે અને માધવીની પુત્રી સોનુનું પાત્ર ભજવ્યું હતું. નિધિ 6 વર્ષથી આ સિરિયલ સાથે સંકળાયેલી હતી અને હવે તે અભ્યાસના કારણે શોથી અલગ થઈ ગઈ છે.

Video: તારક મહેતાની જૂની સોનુ ઉર્ફે નિધિ ભાનુશાલીનો વિડીયો વાયરલ, તળાવમાં આ અંદાજમાં લગાવી ડૂબકી
નિધિ ભાનુશાલી વાયરલ વિડીયો

Follow us on

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashma) સીરીયલમાં જૂની સોનુ ભિડે એટલે કે સોનું ભિડેનું પાત્ર ભજવીને લાખો લોકોના દિલ જીતનારી અભિનેત્રી લોકચાહના મેળવી રહી છે. જી હા આ અભિનેત્રીનું નામ છે નિધિ ભાનુસાલી (Nidhi Bhanushali). આજકાલ નિધિ પોતાના અભ્યાસ અને પર્સનલ જીવનમાં વધુ ધ્યાન આપી રહી છે. નિધિ હમણા અભિનયની દુનિયાથી દુર છે, પરંતુ તે સોશીયાલ મીડિયા થકી ફેંસ સાથે જોડાયેલી રહે છે.

સોનુએ તાજેતરમાં એવી વિડીયો શેર કર્યો છે કે તેના ફેંસ લીસ્ટમાં વધારો થઇ જાય. તેના જે ફેંસ છે તે તેને વધુ પસંદ કરવા લાગે. ફેંસને આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. અને તેઓ ભરપુર લાઈક સાથે કોમેન્ટ પણ આપી રહ્યા છે. વિડીયોમાં નિધિ જંગલ વચ્ચે તળાવમાં સ્વિમિંગ કરતી જોવા મળે છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

નિધિએ તાજેતરમાં આ વિડીયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોમાં નિધિ પહેલા જંગલ અને તેની ત્યાં દેખાતું સુંદર તળાવ બતાવી રહ્યા છે, આગળના સીનમાં તે પોતે તળાવમાં નહાતી નજરે પડે છે. આ વીડિયોને શેર કરતાં, નિધિએ કેપ્શનમાં લખ્યું છે, ‘હેપી … જંગલની વચ્ચો-વચ્ચ’.

નિધિના આ વિડીયો પર અત્યાર સુધી 130,503 likes મળી ચુકી છે અને કોમેન્ટ્સ અટકવાનું નામ નથી લઇ રહી. નિધિ ઇન્સ્ટા પર ખુબ ફેમશ છે અને તે એક્ટિંગ સિવાય સિંગિંગ અને ડાંસને લઈને પણ એટલી જ લોકપ્રિય છે. તે અવારનવાર ફેંસનું મનોરંજન કરતી રહેતી હોય છે.

 

નિધિએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મરામ ભીડે અને માધવીની પુત્રી સોનુનું પાત્ર ભજવ્યું હતું. નિધિ 6 વર્ષથી આ સિરિયલ સાથે સંકળાયેલી હતી અને હવે તે અભ્યાસના કારણે શોથી અલગ થઈ ગઈ છે.

 

આ પણ વાંચો: હું પરેશાન થઇ ગયો છું” સોશિયલ મીડિયા પર સુસાઈડ નોટ લખીને ગાયબ થઇ ગયો આ ફેમશ રૅપર, શોધખોળ શરુ

Next Article