
એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં કોઈએ અદ્દભુત ફોટા એડિટ કર્યા છે. જેમાં મની હાઈસ્ટના પાત્રોની સરખામણી બોલિવૂડ સેલેબ્સ સાથે કરવામાં આવી છે. આયુષ્માન ખુરાનાને આ પોસ્ટમાં પ્રોફેસર તરીકે દર્શાવવામાં આવ્યા છે.

જો મની હાઈસ્ટનું બોલિવૂડ વર્ઝન બનાવવામાં આવે તો આ સિરીઝમાં અભિનેત્રી તબ્બુને રાકેલની ભૂમિકા બતાવવામાં આવી છે.

આ એડિટર ફેનનું માનવું છે કે મની હાઈસ્ટના બોલિવૂડ વર્ઝનમાં તાપસી પન્નુ મોનિકાના રોલમાં જોવા મળશે.

ટોકિયો તરીકે આલિયા ભટ્ટને બતાવવામાં આવી છે. આ એડિટીંગના ખુબ વખાણ થઈ રહ્યા છે.

બર્લિન તરીકે રણદીપ હુડાને બતાવવામાં આવ્યો છે. રણદીપ બર્લિનની જેમ હાથમાં માસ્ક પકડતો જોવા મળી રહ્યો છે.

દર્શકોના મનપસંદ પંકજ ત્રિપાઠીને પણ આમાં બતાવવામાં આવ્યા છે. પંકજને આર્તુરો તરીકે બતાવવામાં આવ્યા છે.

બોલિવૂડના સુપરસ્ટાર રાજકુમાર રાવ ડેનવરના પાત્રમાં બતાવવામાં આવ્યા છે.